Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દરિયાદેવને સમર્પિત થશે સબમરીન

ભારત ૧૭ વર્ષ બાદ નવી ડીઝલ ઇલકેટ્રીક સબમરીન તરતી મૂકશે. ‘સી ડેનીઅલ’નામની સબમરીન દરિયાના પેટાળમાં કામ કરશે.

આ સબમરીન ભારતીય નૌકા સેનાનું તાકાતવાળુ હથિયાર બનશે કેમ કે તેમાં ન્યૂકલીયર વેપન છે નૌકાસેના પાસે એસ.એસ.બી.એન., આઇ.એન.એસ. અરિહંત, અગ્નિ વિગેરે સબમરીનો ઓલરેડી છે. હવે તેમાં આ ‘સી ડેનીયલ’ નામની નવી મિસાઇલનો ઉમેરો થવા જઇ રહ્યો છે.

પી.એમ. નરેન્દ્ર મોદીના હસ્તે આજે ડીઝલ ઇલકેટ્રીક સબમરીન મુંબઇના દરિયામાં તરતી મૂકાઇ હતી. આ સબમરીનનું વજન ૧૫૬૫ ટન છે.

આ પ્રોજેકટની કિંમત ૨૩૬૫૨ કરોડ છે. મઝગાંવ ડોકસમાં બને છે.

સબમરીન બનાવવા માટે અગાઉ રશિયા અને બાદમાં ફ્રાંસ સાથે ભારતીય નૌકા સેનાએ કોલાબરેશન કર્યુ છે.

ભારતીય નૌકાસેનાએ સબમરીન બનાવવા માટે વખતો વખત વિદેશ સાથે કોલાબરેશન કર્યુ છે. અત્યારે ફ્રેચ ડી.સી.એન.એસ. સાથે હાથ મીલાવ્યા છે હજુ વધુ એક સબમરીન ૨૦૧૮, ૨૦૧૯, ૨૦૨૦ અને ૨૦૨૧માં તરતી મૂકાશે

આમ જોવા જઇએ તો ભારતીય નૌકાસેના તાકાતવાન છે. ભૂમિદળ, વાયુદળ અને નૌકાદળ ભારતીય સેનાની ત્રણેય પાંખ અપને આપમાં તાકાતવાન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.