તાલિબાનની સાથે પહેલી વખત એક મંચ પર હાજર રહેશે ભારત

50

રશિયાની રાજધાની મોસ્કોમાં અફઘાનિસ્તાનમાં શાંતિના મુદ્દે શનિવારે વાતચીત થશે. મોસ્કો ફોરમેટ ટોક્સના નામથી થનારી આ બેઠકમાં અફઘાન તાલિબાનના પ્રતિનિધિ હાજર રહેશે. ભારત પણ તેમાં સામેલ થશે. રશિયાના વિદેશી મંત્રાલયના જણાવ્યા મુજબ વાતચીતમાં અફઘાન તાલિબાનના પ્રતિનિધિ અને ભારતના બે રિટાયર્ડ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ પહેલી વખત છે કે જ્યારે ભારત તાલિબાન સાથે મંચ પર એક સાથે જોવા મળશે.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે અફઘાનિસ્તાનના મુદ્દે થનારી બેઠકમાં ભારત ગેર અધિકારિક રીતે ભાગ લેશે. જેમાં અફઘાનિસ્તાનમાં રાજદૂત રહેલાં અમર સિન્હા અને પાકિસ્તાનમાં ઉચ્ચાયુક્ત રહેલાં ટીસીએ રાઘવન સામેલ થશે.

Loading...