‘નેટબંધી’માં પણ ભારત ટોચના સ્થાને !!

66

ભારતમાં હિંસક હુમલા, ખોટી અફવા, આંદોલન અને પરિક્ષામાં થતા કૌભાંડો રોકવા પણ નેટ બંધ કરી દેવાય છે જેનાથી દેશના અર્થતંત્રને કરોડો રૂપિયાનો ફટકો

વર્ષ ૨૦૧૨થી ૨૦૧૭ સુધી ભારતમાં ૧૬,૩૧૫ કલાકો નેટબંધ રહ્યું હોવાનો સોફટવેર ફ્રીડમ લો સેન્ટરના રીપોર્ટમાં ખુલાસો

આજના ટેકનોલોજીકલ યુગમાં વિભિન્ન સેવાઓ ડીજીટલ બની છે. એટલે કે સેવાઓ ઘરે બેઠા મળતી થઈ છે. જેમાં સિંહફાળો ઈન્ટરનેટનો ગણી શકાય. ઈન્ટરનેટ થકી જ આ શકય બની શકયું છે. આજના સમયે આપણે ડગલેને પગલે મોબાઈલ, કોમ્પ્યુટર કે લેપટોપ દ્વારા ઈન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ પરંતુ તેમાં ઘણીવાર સેવા ઠપ્પ થઈ ગઈ હોવાના પણ બનાવો બનતા હોય છે. જેમાં ભારત વિશ્વમાં સૌથી આગળના ક્રમે છે. નેટ બંધ થઈ જવાના સૌથી વધુ કિસ્સા ભારતમાં બનતા હોવાનો ઘટસ્ફોટ એક અહેવાલમાં થયો છે.

દિલ્હીના સોફટવેર ફ્રીડમ લો સેન્ટર દ્વારા તાજેતરમાં આ પ્રકારનો અહેવાલ રજૂ કરાયો છે. જેના ડેટામુજબ, ભારતમાં ઘણી એવી ઘટનાઓ બને છે. કે જેના પગલે થોડા સમય માટે ઈન્ટરનેટ બંધ કરી દેવાય છે. હિંસક હુમલા, આંદોલન અથવા પરીક્ષામાં થતા કૌભાંડો અટકાવવા પણ ઉપરી અધિકારીઓ દ્વારા ઈન્ટરનેટ બંધ કરી દેવાય છે.

આ પરથી કહી શકાય કે ભારતમાં ઈન્ટરનેટ સેવાના ઉપયોગ પર હજુ લોકોપાસે સંપૂર્ણ સ્વતંત્રતા નથી.સોફટવેર ફીડમ લો સેન્ટરના રીપોર્ટમાં જણાવાયુ છે કે આ વર્ષે ભારતમાં એવી ૧૨૧ ઘટનાઓ બની છે કે જેના પરિણામ સ્વરૂપ નેટ સેવા બંધ કરી દેવાની ફરજ પડી હોય, ઈન્ટરનેટ ક્ષેત્રે ભારત આંશિક રૂપથી મુકત શ્રેણીમાં ધકેલાઈ જઈ રહ્યું છે. એટલે કે નેટ ઉપયોગની છૂટ તો છે પરંતુ નજીવી.

આ ડેટાની સાથે ‘ફ્રીડમ ઓન ધ નેટ ૨૦૧૮’ નામનો રીપોર્ટ પણ પ્રસ્તુત કરાયો હતો. જેમાં જણાવાયુંં ચે કે, ઈન્ટરનેટ ક્ષેત્રે સરકારી નિયંત્રણોના ક્રમંકમાં ભારત ૪૬માં ક્રમે છે જે ગયા વર્ષે ૪૧મો હતો વર્ષ ૨૦૧૨થી ૨૦૧૭ સુધી ભારતમા ૧૬૩૧૫ કલાકો નેટ બંધ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

જેનાથી ભારતીય અર્થતંત્રને કરોડો રૂપિયાનો ફટકો પડયો છે. જયારે આયલેન્ડ અને એસ્ટોનીયાની વાત કરીએ, તો આ બંને દેશોમાં ચાલુ વર્ષે માત્ર ૬ વખત જ નેટ બંધ થયું છે. જેના પરથી કહી શકાય કે ભારતની સરખામણીની અહી નેટ વપરાશ પર સંપૂર્ણ સ્વતંત્રતા છે.

Loading...