Abtak Media Google News

બુંદ સે ગઇ હોજ સે નહીં આતી!!!

ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના અહેવાલ મુજબ ચીને ભ્રષ્ટાચારને ડામવા કડક પગલા લેતા ૧૦ સ્થાનના સુધારા સાથે ૭૮મા ક્રમે પહોચ્યું, જયારે અમેરિકા આશ્ચર્યજનક રીતે ૧૬માંથી ૨૨માં ક્રમે પાછળ ધકેલાયું

આઝાદી બાદ અનેક કારણોસર દેમાં ગરીબીનું પ્રમાણ સતત વધતુ જાય છે. જેના કારણે દેશમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ પણ બેફામ પણે વધી રહ્યું છે. વિશ્વભરમાં ભ્રષ્ટાચાર વધવા પાછળનું મુખ્ય કારણ ગરીબી હોવાનું સમાજશાસ્ત્રીઓનાં અભ્યાસમાં અનેક વખત પૂરવાર થયું છે. દેશમાંથી ગરીબી નાબુદ કરવાની વાતો પૂર્વ વડાપ્રધાન સ્વ.ઈન્દીરા ગાંધી સહિતના રાજકીય નેતાઓ સમયાંતરે કરતા રહ્યા છે. પરંતુ ગરીબીને નાબુદ કરવા માટે નકકર પગલા લેવામાં આવ્યા નથી. જેના કારણે દેશમાં ભ્રષ્ટાચાર પ્રમાણ સમયાંતરે વધતુ રહ્યું છે. તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ કોઈને પણ ગરીબ નહી રહેવા દેવાનું વચન આપ્યું છે.

જયારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિકાસનો મંત્ર આપીને દેશનો સર્વાંગી વિકાસ કરવા કમર કસી છે. પરંતુ આ વિકાસ દોરનો લાભ શ્રીમંત લોકો જ લેતા હોય દેશના ગરીબો ઠેર ના ઠરે જ છે. દેશમાં હાલ શ્રીમંત વધુ શ્રીમંત અને ગરીબ વધુ ગરીબ બની રહ્યો છે. જયારે મધ્યમ વર્ગ બંને વચ્ચે પીસાઈ રહ્યો છે. જયાં સુધી ગરીબી સંપૂર્ણ નાબુદ નહી થાય ત્યાં સુધી ભ્રષ્ટાચાર નાબુદ થવાનો નથી તેવા સમાજ શાસ્ત્રીઓનાં અભ્યાસ વચ્ચે વૈશ્વીક ભ્રષ્ટાચારમાં ભારત ત્રણ ડગલા આગળ વધ્યું છે. પરંતુ આઝાદીના સાત દાયકા બાદ ભ્રષ્ટાચાર નાબુદી માટે થયેલા અથાગ પ્રયત્નો પછી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈમોદીના સબળ નેતૃત્વ છતા પણ દેશે ભ્રષ્ટાચાર નાબુદીમાં ત્રણ ડગલા ભરી શકયું છે તે દેશની કમનસીબી સમાન છે.

વૈશ્વીક ભ્રષ્ટાચાર પર દેખરેખ રાખતી કંપની ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ દ્વારા તાજેતરમાં તેનો વાર્ષિક અહેવાલ જાહેર કર્યો છે.જેમાં ભારતે ત્રણ ડગલા ભરીને ૭૮માં સ્થાને પહોચ્યું છે. જયારે, ચીન પ્રમુખ જીનપીંગની ભ્રષ્ટાચારી વિરોધ છાપથી ૮૭માં સ્થાન પહોચી ગયું છે. જીનપીંગની પાર્ટી કોમ્યુનીસ્ટ પાર્ટી ઓફ ચીનને વધુ પાંચ વર્ષનું શાસન મળ્યું છે. અને લશ્કરમાં તેમના શાસનનો મુખ્ય હેતુ ભ્રષ્ટાચાર સામે લડતનો છે. ચીને ભ્રષ્ટાચારના આરોપમાં પકડાયેલા પૂર્વ સુરક્ષા સલાહકાર ઝુઝુ, ઝુઉયોંગકોંગ સહિતના ૫૦ થી વધુ લિબરેશન આર્મીના ટોચના સેનાપતિઓ તથા ૧.૩ મિલિયનની વધારે સરકારી અધિકારીઓને બરતરફ કરીને આકરી સજા કરી છે. જેના કારણે ત્યાં ભ્રષ્ટાચારનાં પ્રમાણમાં ભારે ઘટાડો થવા પામ્યો છે. અને ગત વર્ષના રીપોર્ટ કરતા ચીન ૧૦ સ્થાન ઘટીને ૮૭માં સ્થાને પહોચી જવા પામ્યું છે.

ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના આ રીપોર્ટમાં વિયેટનામને ૧૧૭માં સ્થાને જયારે સિંગાપોરને ત્રીજુ સ્થાન, પ્રથમ સ્થાને ડેનમાર્ક અને બીજા સ્થાને ન્યુઝીલેન્ડને આપવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં ટોચના ત્રીજો રહેલા દેશોમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ નહિવત હોવાનો સંકેત આપે છે. જયારે નીચેના ક્રમે રહેલા દેશોમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ વધારે હોવાનો ક્રમ આપવામાં આવે છે. અમેરિકા પણ આ યાદીમાં ૧૬માં સ્થાનેથી ૨૨મા સ્થાને પહોચી ગયું છે. જે સ્થાને આટલા વર્ષોના ઈતિહાસમાં પ્રથમ વખત પ્રથમ ૨૦ની યાદીમાંથી બહાર નીકળી જવા પામ્યું છે. એશિયા પેસીફીક વિસ્તારનાં દેશો ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં સ્થિર રહેવા પામ્યો છે.

નબળી લોકશાહી સંસ્થાઓ, યોગ્ય કાયદાઓનો અભાવ અને કાયદાના અમલીકરણ માટે તંત્રની નબળાઈના કારણે આ દેશોમાં ભ્રષ્ટાચાર સામે પ્રગતિ જોવા મળતી ન હોવાનું આ રીપોર્ટમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.