Abtak Media Google News

ભારત ‘ડ્રોન હબ’ બનવા તરફ અગ્રેસર: ડ્રોનની બનાવટ અને તેના નિયમોમાં ફેરબદલ કરવામાં આવે તેવી શકયતા

ભારત હાલ ટેકનોલોજી તરફ અગ્રેસર થઈ રહ્યું છે ત્યારે આવનારો સમય ટેકનોલોજી માટેનો હોવાથી દેશ અનેકવિધ રીતે આગળ વધી રહ્યું છે ત્યારે બીજી તરફ ડ્રોનને લઈ દેશમાં ઘણી ખરી ગેરમાન્યતાઓ સ્થાપિત થયેલી છે. ડ્રોન દેશ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે પરંતુ હાલ ભારતમાં ડ્રોનને લઈ જે અછુતપણુ જોવા મળી રહ્યું છે તેમાંથી દેશે બહાર આવવું પડશે અને તેનો ઉપયોગ વધુને વધુ કરવો પડશે. લોકડાઉન બાદ હાલ કામ કરવાની પઘ્ધતિમાં પણ ઘણો ફેરફાર આવ્યો છે ત્યારે વર્ક એટ હોમ સિસ્ટમમાં વસ્તુ ઘરે પહોંચાડવા માટે ટેકનોલોજીનો ઉપયોગ પૂર્ણત: કરવા ભારત સજજ થયું છે ત્યારે આ મુદાને લઈ માત્ર ડ્રોન ટેકનોલોજી જ ભારત માટે અત્યંત કારગત સાબિત થશે ત્યારે ભારત હવે ડ્રોન હબ બનવા તરફ અગ્રેસર થયું છે તેમાં નવાઈ નહીં.

ડ્રોનનાં ઉપયોગને લઈ ઘણી ખરી ગેરસમજણ લોકોમાં જોવા મળી રહી છે. નાનું ડ્રોન ઘર પાસે જો ઉડાડવામાં આવે તો પોલીસ કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે આ છોછપણુ અને અછુતપણાને દુર કરવા માટે સરકારે ઘણા ખરા ફેરબદલ અને સુધારા કરવાની જરૂર છે. આવનારો સમય ટેકનોલોજી ઉપર નિર્ભર હોવાથી જો નવીનતમ ટેકનોલોજીનો આવિસ્કાર કરવામાં આવે તો દેશને આર્થિક રીતે ઘણો ખરો ફાયદો પણ પહોંચી શકે છે. વર્ક એટ હોમ પ્રક્રિયાને અમલી બનાવવા માટે સરકારે ડ્રોનને પરવાનગી આપવી જોઈએ ત્યારે એક તરફ ભારત ડ્રોન ટેકનોલોજીનું હબ બનવા માંગે છે તો તેઓએ શું કરવું જોઈએ તે પણ એટલું જ જરૂરી છે. ડ્રોનનો ઉપયોગ માત્ર સર્વેલન્સ માટે નહીં પરંતુ ઉધોગની ચીજવસ્તુઓનો ઉમેરો કરવા માટે પણ હાથ ધરવામાં આવી શકે છે. લોકડાઉન દરમિયાન ડ્રોનનાં ઉપયોગથી અનેક જગ્યાએ પાન-માવાને નિયત સ્થાન પર પહોંચાડવામાં આવ્યા હોવાનો વિડીયો પણ સામે આવ્યો હતો. ડ્રોનને લઈ ઘણાખરા રીટ્રીકશન લગાવવામાં આવ્યા છે ત્યારે ૨૦૧૪નાં ઓકટોબર માસમાં ભારતે ડ્રોન ઓપરેશનને બેન્ડ કર્યું હતું. હાલ ડ્રોનનું મેન્યુફેકચરીંગ ચાઈનીઝ કંપની ડીજેઆઈ કરી રહ્યું છે અને સર્વેલન્સનાં ઉપયોગ માટે લેવામાં આવતું હોય છે. હાલ ૬ લાખથી પણ વધુ પ્રકારનાં ડ્રોન અનેકવિધ ક્ષમતા અને તેના કદથી અલગ પડતા હોય છે. ૨૦૧૯માં ઉડ્ડયન મંત્રાલય દ્વારા ડ્રોન અંગેનાં રેગ્યુલેશનો બહાર પાડવામાં આવ્યા હતા જેના માટે ડ્રોનનાં મેન્યુફેકચરોએ નો પરમિશન, નો ટેક ઓફ સોફટવેરને ડ્રોનમાં ફરજીયાતપણે ઈનસ્ટોલ કરવા માટે જણાવ્યું હતું જેના વગર ડ્રોન ઉત્પાદકો ભારતમાં ડ્રોનનું વેચાણ કરી શકવા સક્ષમ ન હતા અને તેઓને પરવાનગી પણ આપવામાં આવી ન હતી પરંતુ હાલનાં સમયમાં ટેકનોલોજીનો મહતમ ઉપયોગ કરી દેશની આર્થિક સ્થિતિને વેગવંતી બનાવી હોય તો ડ્રોનનો ઉપયોગ કરવો અત્યંત જરૂરી બનશે પરંતુ તેની સામે હાલ ભારતમાં તેના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને ઘણી તકલીફોનો પણ સામનો લોકોએ કરવો પડી રહ્યો છે. આ તકે સરકાર ડ્રોન ઉત્પાદન અને તેના નિયમોમાં ફેરફાર કરે તેવી શકયતા પણ સેવવામાં આવી રહી છે ત્યારે ભારત ડ્રોન માર્કેટ થકી ૬૩૦૦ કરોડની ઉંચાઈને આંબે તેવી પણ શકયતા હાલ સેવાઈ રહી છે. એક તરફ ભારત આત્મનિર્ભર અભિયાન તરફ અગ્રેસર થઈ રહ્યું છે ત્યારે ડ્રોનનું ઉત્પાદન પણ ભારતને સ્વનિર્ભર બનાવવા માટે કારગત નિવડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.