Abtak Media Google News

રાજસ્થાનમાં જેસલમેરમાં ભારત-પાકિસ્તાનની સરહદ પર આવેલ તનોટ મંદિરમાં પાકિસ્તાની ફોજી આવતા ડરે છે.

બીએસએફ પણ આ ચમત્કારોને માને છે એટલા માટે જ ૧૯૬૫ના યુધ્ધ પછી આ મંદિરની બાગડોર પોતાના હાથમાં રાખી છે. ૧૯૬૫ના યુધ્ધમાં પાકિસ્તાને આ મંદિરને નિશાન બનાવ્યું હતું. જેસલમેરમાં ભારત-પાકિસ્તાન સીમા પાસે સ્થિત તનોટ રાય મંદિરમાં ૧૯૬૫ અને ૧૯૭૧ના યુધ્ધ દરમ્યાન પાકિસ્તાન દ્વારા ઘણા બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. પરંતુ દર વખતે તેમણે અસફળતા જ હાથ લાગી હતી. આજે પણ આ મંદિરના સંગ્રહાલયમાં પાકિસ્તાન દ્વારા ફેકવામાં આવેલા બોમ્બ રખાયા છે.

આ મંદિર લગભગ ૧૨૦૦ વર્ષ જુનું છે. ૧૯૬૫ના યુધ્ધ પછી આ મંદિર દુનિયાભરમાં પ્રસિધ્ધ થઇ ગયું છે.

૧૯૬૫ના યુધ્ધ દરમ્યાન પાકિસ્તાની સેનાએ ૩૦૦૦ બોમ્બ મંદિર ઉપર ફેકાયા હતા પરંતુ મંદિર પર એક પણ ખરોચ આવી નથી. ત્યાં સુધી કે મંદિરની અંદર ફેંકવામાં આવેલા ૪૫૦ બોમ્બમાંથી એક પણ બોમ્બ બ્લાસ્ટ થયો નથી.

૧૯૬૫ના યુધ્ધ પછી આ મંદિરની જીમ્મેદારી સીમા સુરક્ષાએ સંભાળી હતી આ મંદિર પાસે એક ચૌકી પણ બનાવા અને સુરક્ષા બલની કંપની એ પાકિસ્તાની ટેંકને હરાવ્યું હતું. પાકિસ્તાનનું ચેક પોસ્ટ લોંગેવાલા પણ જેસલમેર બોર્ડર થી થોડી જ દુરી પણ સ્થિત છે. આ જીત પછી આ મંદિરમાં એક વિજય સ્તંભનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં દર વર્ષે ૧૬ ડિસેમ્બરના દિવસે ઉત્સવ મનાવામાં આવે છે.

મંદિરમાં ૧૯૬૫ અને ૧૯૭૧ના જંગની તસ્વીરો પણ મુકવામાં આવી છે અને એ બોમ્બ પણ રાખવામાં આવ્યા છે. જે પાકિસ્તાની જવાનો દ્વારા ફેંકવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.