અન્ડર ૧૯ વર્લ્ડકપમાં ભારત- પાકિસ્તાન સેમી ફાઈનલમાં ટકરાશે!!!

186

ચોથી ફેબ્રુઆરીએ પ્રથમ સેમીફાઈનલ: પાકિસ્તાને અફઘાનને ૬ વિકેટે માત આપી

સાઉથ આફ્રિકામાં રમાઈ રહેલ અંડર-૧૯ વર્લ્ડકપની સુર લીગ સેમીફાઈનલ લાઈન અપ તૈયાર છે. હાલની ચેમ્પિયન ભારતની મેચ ૪ ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે રમાશે. ભારતે પહેલા જ ઓસ્ટ્રેલિયાને હરાવીને અંતિમ ચારમાં પોતાનું સ્થાન કક્કી કર્યું હતું.

શુક્રવારે સુપર લીગ ક્વાર્ટર ફાઈનલ મેચમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને ૬ વિકેટ  હરાવ્યું હતું. અફઘાનિસ્તાનની ટીમ પ્રથમ બેટિંગ કરતાં ૧૮૯ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં પાકિસ્તાનને ૫૩ બોલ બાકી હતા ત્યારે જ ૪ વિકેટ ગુમાવીને ટાર્ગેટ મેળવી લીધો હતો.

ભારતે ૨૮ જાન્યુઆરીએ જ સેમીફાઈનલમં સ્થાન મેળવી લીધું હતું. ભારતે ઓસ્ટ્રેલિયાને ૭૪ રને હાર આપી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૩૪ રનના ટાર્ગેટની સામે ૧૫૯ રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી. આ પહેલા ભારતે ગ્રુપ એમાં અજેય રહેતા ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.

ભારત પાકિસ્તાન વચ્ચે પ્રથમ સેમી ફાઈનલ ચાર ફેબ્રુઆરીએ રમાશે આ મેચ બપોરે દોઢ કલાકથી રમાવવામાં આવશે. તો બીજી સેમિફાઈનલ મેચ ગુરૂવારે બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મુકાબલો પણ બપોરે દોઢ કલાકે રમાશે.

અંડર૧૯ ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં ૨૩ મેચ રવામાં આવી છે. જેમાં ભારતને ૧૪માં જીત મળી છે. હાલના વર્લ્ડ કપમાં ભારત માટે ઓપનર બેટ્સમેન યસસ્વી જયસ્વાલ શાનદાર ફોર્મમાં છે. યશસ્વીએ ૪ મેચમાં ૧૦૩.૫૦ની એવરેજથી ૨૦૭ રન બનાવ્યા છે. જ્યારે બોલિંગમાં રવિ બિશ્નોઈ ચાર મેચમાં ૧૧ વિકેટ લઈ ચોથા નંબર પર છે.

Loading...