Abtak Media Google News

હાઉસિંગ પ્રોજેક્ટસમાં ઉર્જા બચત માટેની માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે

૨૦૩૦ સુધી ભારત જર્મની વચ્ચે ૧૯૦૦ કરોડ રૂપિયાનો કરાયો કરાર

ભારતમાં ઉર્જા અને ગૃહ નિર્માણ આયોજન માટે જર્મનના ૨.૭૭ મિલીયન અમેરિકન ડોલર એટલે કે રૂા.૧૯૦૦ કરોડની જર્મન પાસેની સહાય માટે ભારત જર્મનીના કરાર કરવામાં આવ્યા છે. આ સહાયના કરારો સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા અને જર્મન ડેપલોમેન્ટ કેએફડબલ્યું વચ્ચે ૨.૭૭ મીલીયન અમેરિકન ડોલરની સહાયથી ઉર્જા અને ગૃહનિર્માણ યોજના ભાટે ભારતના પ્રોજેકટો માટે થયા હોવાનું જર્મન સાથેની પુષ્ટિ એસબીઆઈથી કરેલી યાદીમાં જાહેર કરવામાં આવી છે.

ભારત જર્મન વચ્ચેના સહયોગના આ કરાર ઓકટોબર મહિનામાં કરવામાં આવ્યા હતા. ભારત સરકાર અને જર્મન સરકાર વચ્ચેના દ્વિપક્ષીય કરાર ઈન્ડો જર્મન ડેવલોપમેન્ટ કોર્પોરેશન અંતર્ગત ૨૦૩૦ સુધીના વિકાસ પેકેજના અમલીકરણ હેઠળ કરવામાં આવ્યા હોવાનું એસબીઆઈએ જણાવ્યું હતુ આ સહયોગી કાર્ય યોજના અંતર્ગત બિલ્ડરો અને ઘર ખરીદનારાઓ વિકાસ, ખરીદી, ઉર્જા અને હાઉસીંગ પ્રોજેકટ માટે સહાય મેળવી શકશે અને આ પ્રોજેકટ અંતર્ગત ઓછામાં ઓછા ૨૫% જેટલી ઉર્જા બચતની વ્યવસ્થાની હિમાયત કરવામાં આવી છે. આ કાર્યક્રમ ભારતની ઉર્જા સંરક્ષણ નીતિને વધુ સુદ્દઢ બનાવીને રહેણાંક મકાનોના વૈકલ્પીક ઉર્જાના સ્ત્રોતોનો ઉપયોગ કરીને ગ્રીન હાઉસગેસ એનીસનની સમસ્યા ઓછી કરવાનો હેતુ છે.

7537D2F3 13

એસબીઆઈએ એવી પણ જાહેરાત કરી હતી. કેએફડબલ્યું દ્વારા આયોજના અંતર્ગત ટેકનીકલસહયોગ માટે વધારાના ૧૩ કરોડ રૂા. પણ ફાળવશે જેનાથી એસબીઆઈ મારફત આ યોજના ને સાકાર કરવાની તૈયારીઓ તેના અમલ અને દેખરેખના કાર્યક્રમને વધુ વિસ્તારી શકાશે આ યોજના અને જર્મનીના સહયોગ સાથે ૭૯૧ કરોડ રૂપીયાના રોકાણ થકી બિલ્ડરોને હાઉસીંગ પ્રોજેકટમાં ઉર્જા બચત માટેની માળખાકીય સુવિધાઓનો વિકાસ કરીને ૪૦% જેટલી ઉર્જા બચત કરવા માટે પ્રેરીત કરવામાં આવશે.

એસબીઆઈના રોકાણ અને ઈન્વેસ્ટમેન્ટબેશ અને એસબીઆઈ કેપીટલ માર્કેટ જેવી સહયોગી વ્યવસ્થા મારફત જર્મની દ્વારા ફાળવાયેલા ૧૯૫૮ કરોડ રૂપીયાના આ સહયોગકારી પેકેજથી બિલ્ડરો અને ઘર ખરીદનારા બંનેને રહેણાંક મકાનોમાં ૪૦% જેટલી ઉર્જા બચત થાય તેવી વ્યવસ્થા ખાસ સહાય આપવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પેરિસમાં યોજાયેલી ગ્લોબલ સમિટમાં વિશ્ર્વને ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે મુળભૂત ઉર્જાના સ્ત્રોતોની જગ્યાએ વૈકિલ્પક ઉર્જાના સ્ત્રોતોમાં સૂર્ય ઉર્જા અને પવન ઉર્જાનો ઉપયોગ વધારી દરેક દેશને પોતાની આસપાસ ૨ ડીગ્રી તાપમાન ઘટાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી વડાપ્રધાનના આ સુચનને વિશ્ર્વના મોટાભાગના દેશોએ આવકાર આપ્યો હતો. જર્મની આ મુદે સૌથી ગંભીર બન્યું છે. ભારતમાં ઉર્જા બચતને વધુ પ્રોત્સાહીત કરવા જર્મન બેંકે હાઉસીંગ પ્રોજેકટ માટે આ સહાયક પેકેજ જાહેર કર્યું છે.

સંરક્ષણ સાધનો, શસ્ત્રોના નિર્માણ સહિત અનેક યોજના થકી ભારત-જર્મની વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વૈશ્ર્વિક ફલક પર સકારાત્મક સંબંધોનાં પ્રભાવથી ભારતને કાશ્મીર જેવા અનેક મુદાઓને મામલે વિશ્ર્વ સમાજનો અભૂતપૂર્વ સહકાર પ્રાપ્ત થયો છે. તાજેતરમાં જ યુરોપીયન યુનિયનના સાંસદોની ભારત મુલાકાત વખતે ભારતે જર્મનના ચાન્સેલર એજેલા માકેલન્ટનું ઉષ્માભર્યું સ્વાગતકરીને કાશ્મીર મુદે જર્મનના સહકાર માટે આભાર માન્યો હતો. માર્કેલ યુરોપીયન યુનિયનના પ્રથમ નેતા તરીકે ભારતની મુલાકાત લીધી હતી સરકાર કાશ્મીરની સ્વાયત્તા રદ કરવાનાં અમલ બાદ ભારત આવનાર પ્રથમ નેતા બન્યા છે. કાશ્મીર મુદે જર્મને પરોક્ષ રીતે ભારતને એવું કહીને સહકાર આપ્યો હતો કે આ મામલો ભારતના આંતરિક મુદો છે. માર્કેલ પોતાના ૧૨ મંત્રીઓ સાથે ભારતની મૂલાકાતે આવ્યા છે. ભારત ખાતેનાં જર્મન રાજદૂત વોલ્ટર લિન્ડનરે જણાવ્યું હતુકે યુરોપીયન સંઘમાં કાશ્મીર મુદે જર્મન ભારતની પડખે ઉભું છે. દિલ્હી અને બરલીન વચ્ચે મજબુત વ્યાપાર સંબંધોતો છે. જર્મન રાજદ્વારી રીતે પણ ભારતનો મિત્ર બની રહેશે. માર્કેલની મુલાકાત દરમિયાન સંરક્ષણ સાધનો અને શસ્ત્રોના નિર્માણ માટે બંને દેશો વધુ આગ વધશે. આ ઉપરાંત બંને દેશોવ ચ્ચે અનેક કરારો થશે. ભારત અને જર્મન વચ્ચેના આ સંબંધો નરેન્દ્ર મોદી સરકારમાં ફરીથી તરોતાજા થઈને

બહારમાં આવી ગયા છે. ભારત અને જર્મન અનેક ક્ષેત્રમાં એકબીજાના પૂરક બની રહ્યા છે. જર્મનીનાં આર્થિક સહકારીતા મંત્રાલયે બુધવારે મુંબઈ મેટ્રો અને સૂર્યઉર્જા પ્રોજેકટ માટે મહત્વની મંત્રણા અને ગ્રામ્ય વિકાસ ક્ષેત્ર માટે સહયોગની જાહેરાત કરી છે. જર્મનના મંત્રી કલોડિયા વોર્વનંગે જણાવ્યું હતુ કે સરકાર વચ્ચેની મંત્રણા આગામી બુધવારે યોજાશે જેમાં ૨૫ એવી પરિયોજના અંગે કરારો થશે. જેમાં ઉર્જા, શહેરી વિકાસના પ્રોજેકટો બંને દેશો વચ્ચે શેર કરાશે જર્મન ઉર્જા અને કુદરતી ક્ષેત્રનાં સહકાર માટે ૧.૬ બીલીયન યુરોનું રોકાણ કરશે. ૫મી ઈન્ડો-જર્મન વાટાઘાટોમાં ૭ થી વધુ કરારોમાં ઉર્જા કૃષિ, ટેકનોલોજી , આયુર્વેદ, મેફીટાઈમ, યોગ ક્ષેમિં એકબીજા સાથે મળીને કામ કરશે. ૩ થી ૫ વર્ષનાં સમયગાળામાં બંને દેશો વચ્ચે મુંબઈની મેટ્રો, ખારા પાણીને મીઠુ બનાવવાના પ્રોજેકટ ખેતીના વિકાસ માટે જર્મન ભારતને ખૂબજ મદદરૂપ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.