Abtak Media Google News

સરકાર દ્વારા પ્રોજેકટને મળી મંજુરી જયારે અવકાશ વિભાગ દ્વારા 10 કરોડ રૂપિયાની અપાશે સહાય

ભારત અવકાશ ક્ષેત્રે પોતાનું એક આગવું સ્થાન બનાવવા માટે અનેકવિધ પ્રયત્નો હાથ ધરી રહ્યું છે અને ઘણાખરા સંશોધનોમાં પણ દેશને સફળતા સાંપડી છે ત્યારે ભારત પાસે સ્પેસ સ્ટેશન હજી સુધી નથી ત્યારે કેન્દ્ર સરકાર અને ઈસરોનાં સંયુકત ઉપક્રમે ભારત દેશ પોતાની એટલે કે અપની દુકાન સ્પેસ સ્ટેશન સ્વરૂપે પ્રસ્થાપિત કરશે જેના માટે કેન્દ્ર સરકારે ઈસરોને પ્રોજેકટ મંજુરી પણ આપી દીધેલી છે અને ઈસરો સ્પેસ સ્ટેશન બનાવવાનાં પ્રોજેકટ માટે આશરે 10 કરોડ રૂપિયાની પણ સહાય કરશે. સ્પેસ સેન્ટર બનાવવા માટે ઈસરો દ્વારા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે અને અનેકવિધ નવતર પ્રયોગો પણ કરવામાં આવી રહ્યા છે.

સ્પેસ સેન્ટર બનવાની સાથે જ ભારત તેમનાં અવકાશયાત્રીઓને એક સ્થળેથી બીજા સ્થળ અને એક સ્પેસ સેન્ટરથી બીજા સ્પેસ સેન્ટરમાં મોકલવા સજજ થઈ જશે. વિશ્ર્વભરમાં જુજ દેશો પાસે જ પોતાનાં સ્પેસ સેન્ટરો ઉપલબ્ધ છે ત્યારે હવે ભારત પણ પોતાની એટલે કે અપની દુકાન હોવાનું માની રહ્યું છે અને તે દિશામાં તમામ સંભિવત પ્રયત્નો હાથ ધરી રહ્યું છે.

આ તકે ઈસરોનાં ચેરમેન કે.શિવને માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભારત દેશ હાલ સ્પેસ સેન્ટર બનાવવા તમામ જરૂરી પ્રયત્નો કરી રહ્યું છે અને જો દેશને તેમાં સફળતા મળશે તો તે અન્ય દેશોની સરખામણીમાં આગળ આવશે અને અવકાશ ક્ષેત્રે ક્રાંતિનું પણ સર્જન કરશે. સ્પેસ સેન્ટર બનવાથી સ્પેડેકસ નામની પઘ્ધતિ હાલ ધરાશે જે સ્પેસ ડોકીંગ એકસપેરીમેન્ટનું પણ કાર્ય કરશે. સાથો સાથ વિડીયો મીટર નેવીગેશન માટે રીયલ ટાઈમ લેન્ડીંગ સિસ્ટમ તથા સિગ્નલ એનાલીસીસનું પણ કાર્ય કરશે.

સ્પેસ સેન્ટર બનવાની સાથે અવકાશ યાનમાં ખુટતુ ઈંધણને પણ ફરીથી ભરવા માટે સફળતા પ્રાપ્ત કરશે તથા ઓરબીટમાં રહેલી સેટેલાઈટનાં પાર્ટ કે જે રીપ્લેસ કરવાનાં હોય કે પછી તેને બદલવાનાં હોય તેનાં માટે પણ સ્પેસ સ્ટેશન મહત્વની ભૂમિકા ભજવશે. હાલ યુ.એસ. એટલે કે યુનાઈટેડ સ્ટેટ અને રશિયા સ્પેસ સેન્ટર ટેકનોલોજીથી સુસજજ છે ત્યારે ભારત દ્વારા જો આ કાર્યમાં સફળતા મળે તો દેશ યુ.એસ. અને રશિયા બાદ ત્રીજો દેશો બની જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.