Abtak Media Google News

અનબીટેબલ રોહિત બન્યો ‘મેન ઓફ ધ મેચ’ અને ‘મેન ઓફ સીરીઝ’

ભારતે ત્રીજી મેચમાં ઇગ્લેન્ડને ૭ વિકેટે હરાવીને ૨-૧ ની શ્રેણી જીતી છે. અત્યાર સુધીમાં ની ત્રણેય મેચની સીરીઝમાં ભારત અપરાજીત રહ્યું છે. વિરાટ કોહલીએ ટોસ જીતીને ફીલ્ડીંગ પસંદ કરી હતી. ઇગ્લેન્ડના ઓપનીંગ બેટસમેન જોસન રોયે ૬૭ અને બટલરે ૩૪ રન પ્રથમ વિકેટની ભાગીદારીમાં બનાવ્યા હતા.

ઇંગ્લેન્ડની ટીમે ભારતને વિજય માટે ૧૯૯ રનનું લક્ષ્ય આપ્યું હતું. ભારત તરફથી હાર્દિક પંડયાએ સૌથી વધુ ૪ વિકેટ ઝડપી હતી. ધોનીએ વિકેટ પાછળ પ કેચ ઝડપીને ગેમમાં નવો રેકોર્ડ સર્જયો હતો. ભારત તરફથી ઓપનીંગમાં આવેલા રોહિત શર્મા અને શિખર ધવને  શરુઆત કરી હતી. કોહલીએ રોહિતે સાથ આપતા ભારતનો વિજય નિશ્ર્ચત કર્યો હતો.

ત્યારે ભારત તરફથી ઓપનીંગમાં આવેલા રોહિત શર્મા અને શિખર ધવને સારી શરુઆત કરી હતી કોહલીએ રોહિતને સાથ આપતા ભારત જીત તરફ વઘ્યું, ધવનની વિકેટ પડતા   કોહલીએ રોહિતને સાથ આપતા ભારત જીત તરફ વઘ્યું ,: રોહિતના ૫૬ બોલમાં ૧૦૦ રનની મદદથી ભારતે ૧૮-૪ ઓવરમાં ૨૦૧ રન બનાવીને મેચ જીતી લીધી હતી. માં ભારતનો ત્રીજા સફળ હાઇએસ્ટ રનચેઝ રચ્યો હતો રોહીતે સદી ફટકારી  રેકોર્ડ તોડયા હતા.

કુકાબુરા માટે નવો સ્પેશિયલ બોલ બનાવશે

મેચોની આવશ્યકતા પ્રમાણે ડિઝાઈન કરવામાં આવશે બોલ

Koookabura

પ્રીમીયર બોલ મેન્યુફેકચરર કુકાબુરાએ રવિવારે જણાવ્યું હતુ કે ટી.૨૦ લીગ માટે આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીય મેચો માટે તેઓ સ્પેશિયલ બોલ બનાવશે, કુકાબુરા આશા રાખે છેકે આ બોલ વર્લ્ડ ક્રિકેટમાં ક્રાંતી લાવશે નવા ટર્ફ ૨૦ બોલમાં વધુ પાવરફૂલ હિટની ક્ષમતા રહેશે. અને તે નોર્થન ટેરેટરીની બ્લાઈડ ગેમ્સમાં પણ ઉપયોગ લેવામાં આવશે. કુકાબુરા ટ્રેડીશ્નલ બોલની ટેકનીકને ટેકનોકોર્ટમાં પરિવર્તીત કરવા માંગે છે.૨૦૨૦ સુધીમાં ટેસ્ટ ક્રિકેટમાં આ સ્પેશિયલ બોલનો સમાવેશ કરવામાં આવશે. આ ટેસ્ટ બોલની ક્ષમતા ૮૦ ઓવર રમી શકાય તેટલી મજબુત રાખવામાં આવી છે. ત્યારે ૨૦-૨૦માં ૨૦ ઓવર સુધીની ક્ષમતા ધરાવતા બોલ રહેશે એટલે કે હવે મેચની આવશ્યકતા મુજબ બોલ ડિઝાઈન કરવામાં આવશે. કુકાબુરા કંપની છેલ્લા ૧૨૫ વર્ષથી બોલનું નિર્માણ કરે છે.

 

સ્પોર્ટસ માત્ર શારિરીક રમત નથી, પરંતુ ચોકકસાઇ, સઁચાર અને પારદર્શકતાનો સમન્વય છે

 

નાનામાં નાની વસ્તુ, ઘટના કે તકેદારી સામાન્ય માણસને લીડર બનાવે છે. મહેન્દ્ર ધોનીનું કહેવું છે કે જયારે તમે જાતે વિચારી લો છો કે સામેવાળી વ્યકિતને કોમન સેન્સ છે.. ત્યારે તમે ખોટા પુરવાર થાવ છો તેના ૩૭માં જન્મદિવસે ધોની પોતાની લીડરશીપના અનુભવો વિશે જણાવે કે ભારતીય ટીમ માટેની કેપ્ટન્સી પડકારજનક રહી, કારણ કે કેપ્ટન હોવું મતલબ કે એવું નથી કે બધાને ઓર્ડર કરવો, પરંતુ એક ટીમનું વાતાવરણ રાખવું, સારા નરસા સમયમાં સાથે રહેવું, અને સૌથી મોટી વસ્તુ સતત શિખતું રહેવું કારણ કે આપણે કોઇ વાત કે વસ્તુ ધારી લેવી ન જોઇએ દરેક કોમનસેન્સીની બાબતોની પણ તમામને માહીતી આપવી જોઇએ.

ઘણી વવખત નાની નાની વાત કહેતી વખતે અમુક ખેલાડીઓને થશે કે આ સાવ આવી સામાન્ય વાતો શા માટે કહી રહ્યો છે. પણ સામાન્ય વાતો જેને નથી સમજાતી એવા લોકો માટે નાની નાની બાબતો પણ જાણકારી હોય છે. ધોનીની કેપ્ટન્સીમાં ભારતીય ટીમને ઘણો લાભ મળ્યો છે. વધુમાં માહી જણાવે છે કે દરેકને સમજવું જરુરી છે માટે હું તેને સાથે સમય પસાર કરું છું કારણ કે દરેક લોકો અલગ વિચારધારા ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.