ભારત, યુરોપ, અમેરિકા, ચીનની અવેજી ઓસ્ટ્રેલિયામાં શોધે છે

મેડિકલ, ખનીજ અને ટેકનોલોજી ક્ષેત્રે ચીનને ભરી પીવા ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેનાં સંબંધો મજબુત બનાવાશે: દ્વિપક્ષીય બેઠકમાં લેવાશે મહત્વપૂર્ણ નિર્ણયો

કોરોના બાદ અને કોરોના પૂર્વે પણ ચીન સાથે વિશ્ર્વનાં કોઈપણ દેશ વ્યાપારીક રીતે જોડાવવા ઈચ્છાતુર સહેજ પણ નથી ત્યારે ચીનની અવેજી ભારત-ઓસ્ટ્રેલિયામાં શોધી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે માનવામાં આવે છે. ભારતની જેમ ઓસ્ટ્રેલિયા દેશ પણ ડેમોક્રેટીક ક્ધટ્રી તરીકે પૂર્ણત: સ્થાપિત છે ત્યારે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેનાં વ્યાપારીક સંબંધો વધુ મજબુત થશે તેવું પણ હાલ માનવામાં આવે છે. અન્ય દેશોની સરખામણીમાં ચીન ફાર્મા ક્ષેત્રે પોતાનો પગદંડો ખુબ જ સારી રીતે જમાવ્યો છે ત્યારે ફાર્મા ક્ષેત્ર હોય કે પછી ખનીજ કે ટેકનોલોજી આ તમામ ક્ષેત્ર માટે ભારત ચીનની અવેજી સાથો સાથ અમેરિકા અને યુરોપની પણ અવેજી ઓસ્ટ્રેલિયામાં શોધી રહી છે. સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ મેડિકલ, ખનીજ અને ટેકનોલોજી ક્ષેત્રે ચીનને ભરી પીવા ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની દ્વિપક્ષીય મંત્રણા મહત્વપૂર્ણ સાબિત થશે તેવું પણ માનવામાં આવે છે.

ભૌગોલિક રીતે ઓસ્ટ્રેલિયા દેશ અન્ય દેશોની સરખામણીમાં સૌથી અલગ છે જે ભારત માટે અત્યંત અસરકારક અને હકારાત્મક વલણ દર્શાવતો દેશ પણ છે. કોરોનાથી વિશ્ર્વ આખું ત્રાહિમામ પોકારી ઉઠયું છે પરંતુ ઓસ્ટ્રેલિયા કોરોનાથી સૌથી વધુ સંક્રમિત થયો હોય તેવો દેશ છે જયાં લોકો સેલ્ફ ડિસીપ્લીનને અનુસરી પોતાનું જીવન અને દેશનાં વિકાસ માટે આગળ વધી રહ્યું છે. ઓસ્ટ્રેલિયામાં ખનીજ, ટેકનોલોજી અને મેડિકલ ક્ષેત્ર સૌથી વધુ પ્રમાણમાં તેનો સંગ્રહ થયેલો હોય તેવું પણ સામે આવ્યું છે ત્યારે ભારત-ઓસ્ટ્રેલિયા બંને ડેમોક્રેટીક એટલે કે પૂર્ણ લોકશાહીવાળા દેશ હોવાથી ભારત દેશને અત્યંત મહત્વ૫ૂર્ણ સફળતા પ્રાપ્ત થશે તેવું પણ હાલ માનવામાં આવી રહ્યું છે. આગામી ૪ તારીખનાં રોજ ભારત દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાનાં સ્કોટ મોરીસન વિડીયો સમીટ મારફતે બંને દેશો વચ્ચે થનારા મહત્વપૂર્ણ કરારો અંગે વિચારણા પણ કરશે જેનું પરીણામ ભારત તરફેણમાં આવવાનું માનવામાં આવી રહ્યું છે.

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે થનારી વિડીયો સમીટમાં મુખ્યત્વે મેડિકલ ક્ષેત્ર, ટેકનોલોજી ક્ષેત્ર અને ખનીજ ચીજવસ્તુઓ પર નવા એગ્રીમેન્ટ થનારા હોય તે અંગે પણ વિચારણા અને મંત્રણા કરવામાં આવશે. સાથો સાથ બંને દેશો વચ્ચે ડિફેન્સ એગ્રીમેન્ટ, મિલિટ્રી ટેકનોલોજી પ્રોજેકટ, એજયુકેશન સહિત અનેકવિધ ક્ષેત્રો પર મહત્વપૂર્ણ હસ્તાક્ષર કરવાની વાત કરાય તેવું પણ હાલ સામે આવી રહ્યું છે. ખેત ઉપજોનું ભારતમાં નિકાસ કરવાથી ઓસ્ટ્રેલિયાનાં ખેડુતોને પ્રાધાન્ય આપવામાં આવશે જેમાં બારર્લીનો ઉમેરો કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે થનારી વિડીયો સમીટમાં વેપારને લઈ ઉદભવિત થયેલી તકલીફો અને સમસ્યાઓને દુર કરવામાં પણ આવશે. ઓસ્ટ્રેલિયા ભારતમાં ડોમેસ્ટીક ક્રિટીકલ મીનરલ્સ પ્રોસેસીંગ ઈન્ડસ્ટ્રીઝને સ્થાપિત કરવા માટે સહાય કરશે કે જે પશ્ર્ચિમી દેશો માટે એક આશાનું કિરણ પણ બનશે અને ચીનની અવેજીને પણ દુર કરશે ત્યારે બીજી તરફ ભારત મેડિકલ ડ્રગ્સ અને મેડિકલનાં સાધનો બનાવવા માટે પ્રચલિત છે ત્યારે તેનો ઉપયોગ બાયોમેડિકલ રીસર્ચમાં કરવામાં આવે તે દિશામાં પણ ઓસ્ટ્રેલિયા વિચાર કરી રહ્યું છે.

Loading...