Abtak Media Google News

ઓછું વજન, લાંબી રેન્જ અને મેઇન્ટેનન્સ ફી ડિઝાઇનનાં કારણે સૈનિકોની પ્રથમ પસંદગી બની રહેશે

ભારતમાં સરક્ષણ ક્ષેત્રે ખાનગી ધોરણે ઘરઆંગણે જ હથિયારોનું ઉત્પાદન કરવા માટે સરકાર દ્વારા અમલમાં લેવાયેલી નીતીના ભાગરુપે બેગ્લોરની એક શસ્ત્ર ઉત્પાદન કંપનીએ વિશ્ર્વ કક્ષાની ટેકનોલોજી સાથે સંપૂર્ણપણે સ્વદેશી સ્નીયર રાઇફલ બનાવીને નવો ઇતિહાસ રચ્યો છે. બેંગ્લોરની કોરામંગલ પ્રથમ ભારતીય કંપની બની છે કે જેણે ઘાણીફુટ ગોળીઓ વરસાવી શકે તેવી બે સ્નીયર રાઇફલનો પ્રાયોગિક ધોરણે ઉત્પાદન કર્યુ છે. અને આ રાયફલ ટુંક સમયમાં જ ભારતીય સેનાને ઉપલબ્ધ થાય તેવા સંજોગોનું નિર્માણ કર્યુ છે.

બેંગ્લોરથી ૨૮ કી.મી. દુર જિંગાણી ખાતે ૯૦૦ સ્કેવર ફુટમાં શરુ થયેલી એસ.એસ.એસ. ડિફેનશ કંપનીએ પ્રાયોગિક ધોરણે સંપૂર્ણ પણે સ્વદેશી રીતે અલગ અલગ બે રેન્જની સ્નીયર રાઇફલ તૈયાર કરી છે એસ.એસ.એસ. આ રાયફલના માઘ્યમથી ભારતીય શસ્ત્રની નિકાસ બજાર સર કરવાનું લક્ષ્ય ધરાવે છે.

અમે સૌ પ્રથમવાર સંપૂર્ણ પણે સ્વદેરી ધોરણે સ્નીયર રાયફલ બનાવી છે તેમાં કોઇપણ પ્રકારની તૈયાર આયાતી ટેકનોલોજીનો ઉપયોગ કરાયો નથી. સંપૂર્ણ પણે સ્વદેરી ધોરણે તૈયાર કરવામાં આવેલ આ હથિયાર આજની તારીખે ભારતીય શસ્ત્ર દળો અલગ અલગ કંપનીઓ પાસેથી ખરીદે છે. તે અમે વિકસાવી દીધી છે. તેમ એસ.એસ.એસ. ડિફેનસના સીઇઓ વિવેક કૃષ્ણાંનંદએ જણાવ્યું હતું.

ભારતની નરેન્દ્ર મોદી સરકારે કેટલીક ચોકકસ મર્યાદામાં અને શરતો સાથે ખાનગી કંપનીઓએ શસ્ત્રના ઉત્પાદન માટે દરવાજા ખોલી દીધા છે. જો કે એવા અહેવાલ પણ મળ્યા છે કે કેટલીક કંપનીઓ વિદેશી સશસ્ત્ર ઉત્પાદન કંપનીઓ સાથે જરુરી વાટાધાટો અને હળવા  ડોમેસ્ટીક હથિયારોના ઉત્પાદન માટેની ડિઝાઇન મેળવવા માટે અને વિદેશી પેર્ટનના હથિયારો દેશમાં બનાવવા માટેના અધિકારો માટે પ્રયત્નશીલ છે. અને ટુંક સમયમાં જ દેશમાં સંપૂર્ણ પણે સ્નીયર રાયફલ જેવા હથિયારોનું ઉત્પાદન કાર્ય શરુ થઇ જશે. ભારતીય સેનાને સ્નીયર રાયફલની ખસા જરૂર છે. પરંતુ તેની પ્રાપ્તિ માટે એટલા માટે રાહ જોવાઇ રહી છે કે ગયા વર્ષે સેના દ્વારા જારી કરાયેલા ટેન્ડરોમાં ર૦ પેઢીઓએ ટેન્ડર ઉ૫ાડયા છે. પરંતુ એ ક્ષણ પેઢીએ હજુ હથિયાર પુરા પાડવાની દરખાસ્ત કરી નથી. એસ.એસ.એસ. ડિફેનસએ બે રાયફલ તૈયાર કરી છે. જેમાં ૩૦૮/૭.૬૨ + ૫૧ એમ.એમ. કારતુસની ચેમ્બર અને ૩૩૮ લેયુવા મેગ્નેસ કારતુસ સાથેની આ વાયપર રાયફલ એ ૧૦૦૦ મીટરનું લક્ષ્ય અને સાબળે ૧પ૦૦ મીટર રેન્જનું નિશાન સાધવાની કાર્યક્ષમતા  સિઘ્ધ કરી છે. રાયફલના નિશાનની સચોટતા માપવાનું નીમીટ ઓફ એંગ્લ એમઓ એફ એ એસ.એસ.એસની વાયપર સાબર સંપૂર્ણપણે નિશાન તાકવાની તૃટિરહિત ચોકસાઇમાં વૈશ્ર્વિક માપદંડમાં સંપૂર્ણ પણે ખરી ઉતરી છે. બેંગ્લોર ફેટરકીમાં તૈયાર થયેલી એસ.એસ.એસની બન્ને રેન્જની સ્નીયર રાયફલથી હળવા પ્રકારનું હથિયારોનું ઘર ગથ્થુ ઉત્૫ાદનની દિશામાં ભારતે મકકમપણે પ્રગતિ મેળવી લીધી છે. સાબર અને વાયપરની આ સ્વદેશી રાયફલમાં નાટોના માપદંડ મુજબનું ૭.૬૨+૫૧ એમએમ નું ચેમ્બર અને લાયુવાનું ૩૩૮ કેબીબર સૈન્ય અને વિશ્ર્વકક્ષાના સરક્ષણ દળોનું માન્ય માપદંડ ધરાવતું હોવાનું એસ.એસ.એસ ડિફેનશનામેનેજીંગ ડીરેકટર સતીષકુમાર મયાણીએ જણાવી દાવો કર્યો હતો કે આ રાયફલ નિશાનબાજો માટે લાંબા અંતરની રાયફલની જવાબદારી પૂરી પાડનારી બની રહેશે આ બન્ને રાયફલ ની ડિઝાઇન સેનાની જરુરીયાત મુજબ તૈયાર કરવામાં આવી છે. અને અમેરિકાના હથિયારોની બરાબરી કરી શકે છે. હલકુ વજન સરળતા થી સચવાયતેવી અને એરો સ્પેસ ગ્રેડના એલ્યુમીનીયમમાંથી તૈયાર થયેલી આ રાયફલમાં હવામાનની કોઇ અસર થતી નથી. ગમે તેમ ગરમી અને શરદીમાં પણ તે સારી રીતે કામ કરી શકે છે. અને શરદીમાં પણ તે સારી રીતે કામ કરી શકે છે ખંભા ઉપર સહેલાઇથી સેટ થઇ જાય તેવી આ રાયફલની પુરુષ અને મહીલા સૈનિકોમાં ભારે માઁગ ઉઠી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટાર્ટઅપ પ્રોજેકટ અંતર્ગત ૨૦ કરોડ રૂપિયાના રોકાણ સાથે જીગાણી ખાતે ૮૦ હજાર સ્કેવર ફુટમાં એસ.એસ.એસ શરુ કરવામાં આવી છે. કંપની વર્ષે ૧૫૦૦ હથિયાર ના ઉત્પાદનનું લક્ષ્ય રાખે છે આ ક્ષમતા ૪૫,૦૦૦ સુધી બીજા તબકકામાં અને જાન્યુ-ફેબ્રુઆરી સુધીમાં ૮૦,૦૦૦ સુધી લઇ જવાશે આ ફેકટરીએ પરંતુ કામકાજ વધારવા માટે બેગ્લોરથી ર૦૦ કીમી દુર આંધ્રપ્રદેશમાં પણ ૮૦ એકરની જગ્યા પર ફેકટરી નાખવાનું વિચાર્યુ છે. આ ફેકટરીમાં ૯ એમએમ લાપુવા અને એકપોર્ટ કવોલીટીની સાથે સાથે ભારતીય સૈન્ય માટે હથિયાર બનાવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.