હવાઇ, દરિયાઇ અને સરહદી ‘ના-પાક’ હરકતોને લઇ ભારત સજ્જ

106
india-equipped-with-air-sea-and-border-non-crop-movements
india-equipped-with-air-sea-and-border-non-crop-movements

હવાતિયા મારતું પાકિસ્તાન ભારત સામે મુસ્લિમ દેશોને ઉશ્કેરી રહ્યું છે!

શું ફરી એકવખત ‘આર-પાર’ની લડાઇ લડાશે?: બે દેશોના મુદ્દાને આંતરરાષ્ટ્રીય બનાવવા પાક.ના ‘ના-પાક’ ઇરાદા

આઝાદી કાળી ભારતને આતંકવાદ સહિતના મુદ્દાઓ પર પીડતી જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ અને ૩૫-એને મોદી સરકારે તાજેતરમાં કુનેહપૂર્વક દૂર કરી હતી. જેથી, આતંકવાદના આકા બની બેઠેલા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાને કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય ઉઠાવવાના અનેક પ્રયાસાથે કર્યા હતાં. પરંતુ ચીન સિવાય એકપણ દેશે પાક.ના નાપાક પ્રયાસાથેને કોઠુ આપ્યુ ન હતું. જેની યુનોની સલામતિ પરિષદ, હ્યુમન રાઈટ્સ કમિશન સહિતના સનો પર આ મુદ્દાને ઉઠાવવાના પાક.ના પ્રયાસાથેને નિષ્ફળતા મળી હતી. ચીને પણ આ મુદ્દે ભારતને મળતા આંતરરાષ્ટ્રીય સમર્થનથી પોતાના વલણમાં ફેરફાર કરવો પડયો હતો. જેથી હારેલો જુગારી બમણું રમે કહેવત મુજબ પાકે. હવે કાશ્મીરમાં મુસ્લિમો પર અત્યાચારનો મુદ્દો ઉપસ્થિત કરીને કાગારોળ મચાવીને મુસ્લિમ દેશોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કર્યો છે.

પરંતુ કાશ્મીરની સમસ્યાનું નિવારણ લાવતા પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કુનેહપૂર્વક આગળનો વિચાર કરીને પાણી પહેલા પાળ બાંધી લીધી હતી. મોદીને ખ્યાલ હતો કે ભિખારી પાકિસ્તાન ભારત સામે સીધુ યુદ્ધ કરવાની સ્થિતિમાં નથી. જેથી જમ્મુ-કાશ્મીરમાં તૈનાત સૈન્યની તાકાત વધારીને સરહદો સીલ કરીને ખીણના ખુણે-ખુણે સુરક્ષા જવાનોને એલર્ટ કરી દઈને ચકલું ય ફરકી ના શકે તેવી સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ઉભી કરી હતી.

ઉપરાંત પાક. આ મુદ્દે આંતરરાષ્ટ્રીય અને ખાસ કરીને મુસ્લિમોના નામે મુસ્લિમ દેશોની સહાનુભૂતિ ના મેળવી શકે તે માટે પણ મોદીએ નક્કર પૂર્વ આયોજન વિચારી રાખ્યું હતું. જેના ભાગરૂપે સાઉદી અરબ, કુવૈત, દુબઈ, બહરિન જેવા ધનાઢય મુસ્લિમ દેશો સાથે વેપારિક સંબંધો ગાઢ બનાવ્યા હતા. આ મુસ્લિમ દેશોની મુલાકાત લઈને તેના સત્તાધીશોની માનસિક રીતે ભારત તરફી વલણ માટે તૈયાર કર્યા હતા.

વિશ્વની મહાસત્તાઓ ગણાતી અમેરિકા, રશિયા અને ચીન કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું કોઈપણ પ્રકારે સમર્થન ના કરે તે અંગે પણ મોદીએ આયોજનપૂર્વક વિદેશ નીતિ તૈયાર કરી હતી. પરસ્પર દુશ્મન ગણાતી બે મહાસત્તાઓ અમેરિકા અને રશિયા સાથે આયોજનપૂર્વક સંબંધો વધાર્યા હતા. અમેરિકામાં આગામી સમયમાં પ્રમુખપદની ચૂંટણી યોજાનારી છે. તેમાં એનઆરઆઈ ભારતીયો મોટી સંખ્યામાં મતદારો હોય તેના મતની લાલચમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મોદીને પોતાના મિત્ર બનાવવા મજબૂર કર્યા હતા. જ્યારે આર્થિક રીતે કડી ગયેલા રશિયાને પુતિન સાથેની મુલાકાત દરમિયાન અબજો ડોલરની ર્આકિ મદદની જાહેરાત કરીને ફરીી ભારત તરફ વાળ્યા હતાં. જ્યારે ચીનમાંથી દર વર્ષે અબજો ડોલરની ચાઈનીઝ બનાવટની ચીજવસ્તુઓ આવે છે. ભારત જો ચીની વસ્તુઓની આયાત પ્રતિબંધ મુકે તો ચીનની હાલત કફોડી બની જવાની સંભાવના હોય વિદેશ મંત્રી એસ.જયશંકરને ચીન મોકલી મોદીએ આ મુદ્દે ચીનને ભીડવ્યું હતું.

જેથી, હાલમાં કાશ્મીર મુદ્દે પાકિસ્તાન તમામ સ્તરે એકલુ અટુલુ પડી ગયું છે. પોતાની આતંકવાદની દુકાન બંધ થવાથી પોતાના પાળેલા આતંકીઓ પાકિસ્તાન સરકાર સામે ઉભા થાય તેવી સંભાવના હોય ઈમરાન ખાન પણ વડાપ્રધાન મોદીની પાછળ-પાછળ અમેરિકાની મુલાકાતે પહોંચી ગયા છે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે ઈમરાન ખાને બહુ કોઠુ આપ્યું નથી. જેથી રઘવાયા બનેલા પાકિસ્તાને સુરક્ષા જવાનોએ સીલ કરેલી સરહદો પર ડ્રોન હુમલા કરવાની તૈયારી શરૂ કરી દીધાની ગુપ્તચર એજન્સીઓને બાતમી મળી છે. ઉપરાંત અરબી સમુદ્રમાં પાકિસ્તાન નૌસેના ભારતને ડરાવવા માટે સમુદ્રી લડાઈ કવાયત હાથ ધરી રહી છે. પરંતુ આવી લુખ્ખી ધમકી આપતી વખતે પાકિસ્તાન ભુલી રહ્યું છે કે ભૂતકાળના ભારત અને હાલના ભારતની સ્થિતિ જમીન આસમાનનો ફરક છે.

ભૂતકાળમાં ૧૯૬૫ અને ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ સમયે ભારતને આંતરરાષ્ટ્રીય સર્મન ન હતું. ૧૯૬૫ના યુદ્ધ વખતે રશિયાના દબાણ હેઠળ ભારતે ઝુકીને સમાધાન કરવું પડ્યું હતું. જ્યારે ૧૯૭૧નાં યુદ્ધ વખતે સ્વ.ઈન્દિરા ગાંધીએ પાકિસ્તાનને બે ભાગમાં વહેંચી દીધા બાદ પાકિસ્તાનના અનેક સ્થાનો પર ભારતીય સેનાએ કબજો કરી લીધો હતો પરંતુ અમેરિકાએ ભારે દબાણ કરતા આ દબાણ સામે ઝુકીને ભારતે પાકિસ્તાનમાંથી પોતાના સૈન્યને પરત ખેંચ્યું હતું. પરંતુ હાલમાં જે રીતે કાશ્મીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા વડાપ્રધાન મોદીએ જે રીતે કુનેહપૂર્વક આયોજન વિચાર્યું છે તેને જોતા આ મુદ્દે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સમર્થન મળવાની નહિવત સંભાવના છે. તાજેતરમાં બ્રિટનની વિપક્ષી પાર્ટી લેબર પાર્ટીઓ કાશ્મીરીઓના આત્મ નિર્ભતાના નિર્ણયની હિમાયત કરવાની તરફેણ કરી હતી.

પરંતુ લેબર પાર્ટીને એનઆરઆઈ બ્રિટનવાસીઓના ભારે વિરોધનો સામનો કરવા પડી રહ્યો છે.

પાકિસ્તાનની લુખ્ખી ડાટીઓનો જડબાતોડ જવાબ આપવા ભારતે હવાઈ, દરિયાઈ અને સરહદ પર સજ્જ બન્યું છે. હવાઈ સેના ડ્રોન દ્વારા આતંકીઓ હુમલાઓનો જવાબ દેવા તૈયાર છે. જ્યારે દરિયાઈ અડપલાનો જવાબ આપવા અરબી સમુદ્રમાં ભારતીય નૈસેનાને ‘ફોરવર્ડ પોઝીશન’માં એલર્ટ કરી દેવામાં આવ્યું છે. જ્યારે કાશ્મીરની સરહદો સૈન્યએ પહેલેથી સીલ કરી દીધી છે અને આતંકી તત્વોની ઘુસણખોરી ન થાય તે માટે ચાંપતી નજર રાખી રહી છે. બદલાતી તમામ સ્થિતિઓ વચ્ચે ભારત સરકારના સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ફરીથી કાશ્મીર ખીણની મુલાકાતે પહોંચી ગયા છે. જમ્મુ-કાશ્મીર રાજ્યનાં વિશેષ દરજ્જો રદ્દ થયા બાદ ડોભાલની આ બીજી મુલાકાતી ફરીથી નવા-જુનીની સંભાવનાઓ જોવાઈ રહી છે. ત્યારે યુનોમાં વડાપ્રધાન મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન વચ્ચે નારા આમના-સામના પર વિશ્વભરના રાજકીય વિશ્લેષકો નજર માંડીને બેઠા છે.

Loading...