ઇન્ડિયા-ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમનું અમદાવાદમાં આગમન, ઢોલ નગારા સાથે સ્વાગત કરાયું

અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એવા મોટેરામાં 24 ફેબ્રુઆરીએ રમાનારી ઇન્ડીયા-ઇંગ્લેન્ડની ટેસ્ટ મેચને લઈને તડામાર તૈયારીઓ ચાલુ છે ત્યારે બંને ટીમ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી હતી. એરપોર્ટથી ટીમ આશ્રમ રોડ ખાતેની હયાત હોટલ ખાતે જવા રવાના થઈ હતી.


જે બસમાં બેસીને બંને ટીમ એરપોર્ટથી હોટેલ પહોંચી તે બસનું એરપોર્ટ પર જ CISF દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ બંને ટીમ હયાત રેજન્સી પહોંચી હતી. જ્યાં ઢોલ નગારા વગાડીને બન્ને ટીમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

Loading...