Abtak Media Google News

ચેતેશ્વર પૂજારાના સર્વોત્તમ પ્રદર્શનથી તેને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ ઘોષીત કરાયો

સીડની ખાતે રમાયેલી ભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચેની ચોથી ટેસ્ટ ડ્રો થઈ હતી. જેથી ભારતે ૭૧ વર્ષ બાદ ઓસ્ટ્રેલીયાની ધરતી ઉપર સીરીઝ જીતવાનો શ્રેય પ્રાપ્ત થયો છે. ટેસ્ટના પાંચમાં દિવસે વરસાદના કારણે અમ્પાયરે સ્ટમ્સ આઉટનો ફેંસલો લઈ લીધો હતો. જેના કારણે ભારતે ૪ ટેસ્ટ મેચની શ્રૃંખલા ૨-૧થી જીતી લીધી છે. ૧૯૪૭ પછી ઓસ્ટ્રેલીયાના પ્રવાસ પર આવેલી ભારતીય ટીમ કદી ટેસ્ટ મેચ જીતી શકી ન હતી ત્યારે ૭૧ વર્ષ બાદ ભારતે એક નવો ઈતિહાસ સર્જયો છે.

ભારતે પોતાની પહેલી ઈનીંગમાં ચેતેશ્વર પૂજારા અને રીષભ પંતના સતકની મદદથી ૭ વિકેટ ગુમાવી ૬૨૨ રન નોંધાવી પોતાની ઈનીંગને ઘોષીત કરી હતી જેના જવાબમાં કુલદિપ યાદવે પાંચ વિકેટ ઝડપતા ઓસ્ટ્રેલીયા પોતાની પ્રથમ ઈનીંગમાં માત્ર ૩૦૦ રન કરી પેવેલીયન ભેગી થઈ ગઈ હતી અને ચેતેશ્વર પુજારાને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સીરીઝ જાહેર કરવામાં આવ્યો.

ભારતે ૩૨૨ રનની લીડ સાથે ઓસ્ટ્રેલીયાને ફોલોઓન કરાવ્યું હતું. પરંતુ મોસમ અને વાતાવરણમાં બદલાવના કારણે ઓસ્ટ્રેલીયાને થોડી રાહત થઈ હતી. વાત કરવામાં આવે તો હવે ભારતે વિદેશી ધરતીમાં સાઉથ ઓફ્રિકા સામે એક પણ ટેસ્ટ સીરીઝ જીતી નથી જે હવે ભારતનો નવો લક્ષ્યાંક માનવામાં આવી રહ્યો છે. સીડની ખાતે વરસાદ આવતા મેચના ચોથા દિવસે માત્ર બે જ સત્ર રમાયા હતા જેમાં અંતિમ દિવસે વરસાદ વરસતા મેચ રોકી દેવામાં આવ્યો હતો જેથી ભારતે ૨-૧થી ટેસ્ટ સીરીઝ જીતી એક ઐતિહાસિક ઈતિહાસ રચ્યો હતો.

કોહલીનો ભય: પુજારાની ત્રણ સદીએ ઓસ્ટ્રેલીયાને પછાડ્યું

ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર ગયેલી ભારતીય ટીમને ટેસ્ટ શ્રેણી હરાવવા ઓસ્ટ્રેલીયન ટીમે ઘણી રણનીતિઓ બનાવી હતી. જેમાં કોહલીને વહેલાસર કઈ રીતે પેવેલીયન મોકલી દેવો તે પ્રકારની રણનીતિ ઓસ્ટ્રેલીયન ટીમ દ્વારા બનાવવામાં આવી હતી પરંતુ ૭૧ વર્ષ બાદ ભારતે વિદેશી ધરતી અને એમાં પણ ઓસ્ટ્રેલીયા સામે ટેસ્ટ સીરીઝમાં ઐતિહાસિક જીત હાંસલ કરી હતી.

ચાર ટેસ્ટ મેચમાં ૩ સેન્ચ્યુરી મારનાર ચેતેશ્વર પૂજારા મેન ઓફ મેચ અને મેન ઓફ ધ સીરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. જેને ઓસ્ટ્રેલીયન ટીમે પહેલેથી જ હળવાશથી લીધુ હતુ અને જેનું મુખ્ય કારણ રણનીતિ પ્રમાણે વિરાટ કોહલીને વહેલાસર આઉટ કરી બેકફૂટ ઉપર લાવવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ જે સાયલન્ટ કિલર ઓસ્ટ્રેલીયા માટે સાબીત થયો તે ચેતેશ્વર પુજારાએ સયંમ સાથે ચારે ચાર ટેસ્ટમાં ઉજવળ દેખાવ કર્યો હતો અને તેને ત્રણ સેન્ચ્યુરી નોંધાવી હતી.

ઓસ્ટ્રેલીયન ટીમનું હારનું કારણ એ પણ માનવામાં આવે છે કે, ટીમની દિવાલ ગણાતા ચેતેશ્વરને ઓસ્ટ્રેલીયન ટીમ દ્વારા હળવાશથી લેવામાં આવ્યો હતો અને નવોદિત ખેલાડી તરીકે ઉભરી રહેલા રીષભ પંત, મયંક અગ્રવાલને પણ ઓસ્ટ્રેલીયન ટીમે હળવાશથી લીધા હતા જે પરિણામ સ્વરૂપે ભારત જીત તરફ દોડી ગયું હતું અને ઓસ્ટ્રેલીયાને ૭૧ વર્ષ બાદ પછાડયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.