ન્યુઝીલેન્ડનો વ્હાઇટ વોશ કરી વર્લ્ડકપ પહેલા ભારતે ટી-ર૦ની તૈયારી પૂર્ણ કરી!!!

કિવીઝ સામેની ટી-ર૦ સિરીઝમાં ભારતીય ટીમે પ્રદર્શનમાં કર્યા ઘણા સુધારાઓ : ડેથ ઓવર, સુપર ઓવર અને હારેલી મેચ કેવી રીતે જીતવી તેના પર મેળવી પકકડ

ભારતીય ક્રિકેટ ટીમે ન્યુઝીલેન્ડ સામેની પાંચ ટી-ર૦ મેચ ૫-૦ થી જીતી કલીન સ્વીપ કર્યુ છે. આ પ્રસંગે ભારતીય ટીમે તેના પ્રદર્શનમાં અનેક સુધારાઓ કરી ટી-ર૦ વિશ્ર્વકમ પહેલા તૈયારીઓ પૂર્ણ કરી છે. ટીમ મેન્જેમેન્ટ દ્વારા જે સુધારાઓ કરવામાં આવ્યા છે, તેનાથી ટીમનું મનોબળમાં વધારો જોવા મળ્યો છે. રોહિત ઇજાગ્રસ્ત થતા રાહુલે જે રીતે સુકાની સંભાળી અને ટીમને વિજય અપાવ્યો તે સરાહીનય છે. એક સમયે દુબેની ઓવરમાં ૩૪ રન આવતા ચિત્ર સ્પષ્ટ થઇ ગયું હતું. કે પાંચમાં ટી-ર૦ મેચ કીવીઝ જીતી જશે, પરંતુ  શાર્દુલની ચુસ્ત બોલીંગે પરીણામ ભારતની તરફેણમાં લાગી દીધું હતું.

ડેથ ઓવર સુપર ઓવર માં ભારતીય ટીમે અનેક વિધ સુધારા કરી પ્રદર્શનમાં સુધારો કર્યો હતો. હારેલી બાજીને કેવી રીતે જીતવી તે અંગેનાં પણ ભારતીય ટીમે પાઠ શીખ્યા હતા.ભારતીય ક્રિકેટ ટીમે ન્યુઝીલેન્ડને ટી-ર૦ ઇન્ટરનેશનલ સીરીઝની પમી મેચમાં ૭ રને હરાવી દીધું. માઉન્ટ માઉન્ગાનુઇમાં મળેલી આ જીત સાથે જ ટીમ ઇન્ડીયાએ ઇતિહાસ રચી દીધો છે. આન રીતે ભારત પ મેચોની કોઇ દ્વિપક્ષીય ટી-ર૦ સીરીઝની બધી મેચ જીતનારી

પહેલી ટીમ બની ગઇ છે. ભારતીય ટીમએ પહેલા બેટીગ કરતા ર૦ ઓવરમાં ૩ વિકેટે ૧૬૩ રન બનાવ્યા હતા. તેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ ૯ વિકેટે ૧૫૬ રન જ બનાવી શકી હતી. ટીમ ઇન્ડીયા તરફથી જસપ્રીત બુમરાહએ ૧ર રન આપીને ૩ વિકેટ ઝડપી. જયારે નવદીપ સેની અને શાર્દુલ ઠાકુરને ૨-૨ વિકેટ મળી.

ન્યુઝીલેન્ડે અત્યાર સુધી પોતાની યજમાનીમાં ત્રણ કે તેથી વધુ મેચોની દ્વિપક્ષીય ટી-ર૦ સીરીઝની બધી મેચ ગુમાવી નથી. વર્ષ ૨૦૦૫ પછીથી તે પોતાના ઘર કે કોઇ દ્વિપક્ષીય ટી-ર૦ સીરીઝમાં બધી મેચ હાર્યુ હોય તેવી ઘટના માત્ર એક વખત બની છે. જયારે ફેબ્રુઆરી ૨૦૦૮માં તેને ઇગ્લેન્ડે ૨-૦ થી હરાવ્યું હતું.આ પહેલા સીરીઝની પહેલી ચાર મેચ જીતવાના કારણે ભારતે કેપ્ટન વિરાોટ કોહલીને આરામ આપ્યો અને બેટીંગ લાઇનઅપમાં ફેરફાર કર્યો રોહિતે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો. કેએલ રાહુલ અને સંજુ સેમસંગ ઓપનીંગમાં ઉતર્યા હતા. જો કે સેમસંગ માત્ર ર રન બનાવી આઉટ થઇ ગયો હતો. તે પછી રોહિત શર્મા (૬૦) અને કેએલ રાહુલની (૪પ) ઇનીંગની મદદથી ભારતે ન્યુઝીલેન્ડ સામે ૩ વિકેટ ૧૬૩ રન બનાવ્યા. રોહિતે રિટાયર્ડ હર્ટ થતા પહેલા ૪૧ દડામાં ૬૦ રન બનાવ્યા, જેમાં ૩ ચોગ્ગા અને ૩ છગ્ગા ફટકાર્યા હતા.જીત માટે ૧૬૪ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમની શરુઆત ખરાબ રહી બીજી ઓવરમાં જસપ્રીત બુમરાહે માર્ટિન ગુપ્ટિલ (પ રન) ને એલબીડબલ્યુ આઉટ કર્યો તે ત્રીજી ઓવરમાં છગ્ગો અને ચોગ્ગો ફટકાર્યા બાદ કોલિન મુનરો (૧પ રન) વોશિંગ્ટન સુંદરના દડે બોલ્ડ થઇ ગયો. ન્યુઝીલેન્ડની ઇનીંગ સ્થિર થયા તે પહેલા જ ચોથી ઓવરમાં ટોમ બ્રુસ ખાતુ ખોલાવ્યા વિના જ રનઆઉટ થઇ ગયો. તે પછી સિફર્ટ (૫૦ રન) અને રોસ ટેલરે (૫૩ રન) એ ન્યુઝીલેનડને જીત તરફ આગળ લઇ જવાનો પ્રયાસ કર્યો, પણ ઇનીગ્સની ૧૩મી ઓવરમાં સૈનીએ સેફર્ટને સેમસંગના હાથે કેચઆઉટ કરાવી આ જોડી તોડી.

ટેલર અને સેફર્ટની જોડી તૂટવા બાદ ન્યુઝીલેન્ડનો કોઇ ખેલાડી ક્રીઝ પર લાંબુ ટકી શકયો નહીં. ટેલર એક છેડેથી રન બનાવતો રહ્યો. પણ સામે છેડે એક પછી એક વિકેટો પડતી ગઇ.

Loading...