મહિલા T20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 17 રને હરાવ્યું

477

મહિલા T20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં આજે ભારતે ઓસ્ટ્રેલિયાને 17 રને હરાવ્યું છે. પૂનમ યાદવે ભારત વતી ચાર વિકેટ લીધી.

સિડનીમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 20 ઓવરમાં ભારતે ચાર વિકેટના નુકસાને 132 રન બનાવ્યા હતા. ભારત વતી દીપ્તિ શર્માએ 49 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની જેસ જોનાસેને બે વિકેટ ઝડપી હતી.

133 રનના વિજય લક્ષ્યાંક માટે મેદાનમાં ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 115 રન બનાવી 19.5 ઓવરમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.

ઓસ્ટ્રેલિયા વતી અલિસા હિલીએ 51 અને એશ્લે ગાર્ડનર 34 રન બનાવ્યા હતા. આ બન્ને ખેલાડી જ 10 રનના સ્કોરને વટાવી શકી હતી, બાકીની તમામ ખેલાડી સિંગલ ડિજિટમાં આઉટ થઈ હતી. ભારત વતી પૂનમ યાદવે ચાર વિકેટ, શિખા પાંડેએ ત્રણ અને રાજેશ્વરી ગાયકવાડેએ એક વિકેટ લીધી હતી.

Loading...