Abtak Media Google News

વેસ્ટ ઈન્ડિઝની ટીમ ૨જી ઓક્ટોબર   અને ભારતની ટીમ ૩જી ઓક્ટોબરે નેટ પ્રેકટીસ કરશે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે આગામી ૪ થી ૮ ઓક્ટોબર  દરમિયાન રમાનારા પ્રથમ ટેસ્ટ મેચ માટે ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમનું આગામી સોમવારે રાજકોટ ખાતે આગમન થશે. ભારતીય ટીમ હોટલ ફોર્ચ્યુનમાં જયારે વિન્ડીઝની ટીમ ઈમ્પીરીયલમાં રોકાશે.

બંને ટીમો વડોદરાથી બાય રોડ રાજકોટ આવશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના મીડિયા મેનેજર હિમાંશુભાઈ શાહના જણાવ્યા અનુસાર આગામી ૪ થી ૮ ઓકટોબર દરમિયાન ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના સ્ટેડિયમ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ રમાવવાની છે જેના માટે બંને ટીમો આગામી ૧લી ઓકટોબરના રોજ વડોદરાથી બાય રોડ રાજકોટ આવી પહોંચશે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ બીજી ઓકટોબરે સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન જયારે ભારતની ટીમ ૩જી ઓકટોબરે સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન નેટ પ્રેકટીશ કરશે અને પ્રેસ કોન્ફરન્સને સંબોધશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ખંઢેરી સ્ટેડિયમ ખાતે અત્યાર સુધીમાં એકમાત્ર ટેસ્ટ મેચ રમાયો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલો આ ટેસ્ટ મેચ ડ્રોમાં પરીણમ્યો હતો જેમાં રનના ખડકલા થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.