Abtak Media Google News

ટીમ ઈન્ડિયા હોટલ સૈયાજી અને ઓસ્ટ્રેલિયાની ટીમ હોટલ ઈમ્પિરીયલ પેલેસમાં રોકાશે: બંને ટીમો ૧૬મીએ કરશે નેટ પ્રેકટીસ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનનાં ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે આગામી ૧૭મી જાન્યુઆરીનાં રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ઈન્ટરનેશનલ મેચ રમાવાની છે. બંને ટીમોનું આગમન વાસી ઉતરાણ એટલે કે ૧૫મી ઓગસ્ટનાં રોજ ચાર્ટડ ફલાઈટ દ્વારા રાજકોટ ખાતે થશે. ટીમ ઈન્ડિયા હોટલ સૈયાજીમાં રોકાશે. જયારે ઓસ્ટ્રેલિયાની ટીમને યાજ્ઞિક રોડ પર આવેલી હોટલ ઈમ્પીરીયલ પેલેસ ખાતે ઉતારો આપવામાં આવ્યો છે. બંને ટીમો ૧૬મી જાન્યુઆરીનાં રોજ નેટ પ્રેકટીસ કરશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ૩ વન-ડેની શ્રેણીનો પ્રથમ વન-ડે મેચ ૧૪મી જાન્યુઆરીનાં રોજ મુંબઈ ખાતે રમાશે. આ મેચ પુર્ણ થયા બાદ ૧૫મી જાન્યુઆરીએ બંને ટીમો ચાર્ટડ ફલાઈટ દ્વારા રાજકોટ ખાતે આવી પહોંચશે. ૧૬મી જાન્યુઆરીનાં રોજ ઓસ્ટ્રેલિયાની ટીમ સવારે ૧૦ કલાકે ખંઢેરી ગ્રાઉન્ડ ખાતે નેટ પ્રેકટીસ કરશે જયારે ટીમ ઈન્ડિયા બપોરે ૨ કલાકે નેટમાં પરસેવો પાડશે. ટીમ ઈન્ડિયા હોટલ સૈયાજી ખાતે રોકાણ કરશે. જયારે ટીમ ઓસ્ટ્રેલિયાને હોટલ ઈમ્પીરીયલ ખાતે ઉતારો આપવામાં આવ્યો છે. ૧૭મી જાન્યુઆરીનાં રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજો વન-ડે મેચ રમાશે જેનો પ્રારંભ બપોરે ૧:૩૦ કલાકે થશે. આ પૂર્વે ઓસ્ટ્રેલિયાની ટીમ બે વખત રાજકોટ ખાતે ઈન્ટરનેશનલ મેચ રમવા આવી છે જેમાં વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને પરાજય આપ્યો છે અને ટી-૨૦માં તેને ભારત સામે પરાજયનો સ્વાદ ચાખવો પડયો હતો. ગઈકાલથી વન-ડે ટીકીટનું ઓનલાઈન વેચાણ કરી દેવામાં આવ્યું છે. હાલ રૂા.૫૦૦ અને રૂા.૮૦૦ વાળી ટીકીટ ઉપલબ્ધ ન હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી ૯મી જાન્યુઆરીથી ટીકીટ વેચાણ માટે કાઉન્ટર શરૂ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.