વિદેશીઓને સહી સલામત પહોચાડવા ભારત ૧૮ સ્પે. વિમાન રવાના કરશે

106

ભારતમાં કોરોનાના કહેરથી બચવા માટે સરકારે ૨૧ દિવસનો લોકડાઉન જાહેર કરતા દેશમાં અટવાયેલા વિદેશીઓને તેમના દેશમાં સહી સલામત પરત પહોચાડવા માટે સરકારે ખાસ ૧૮ સ્પેશ્યલ વિમાન દોડાવવાનો નિર્ણંય કર્યો છે. જર્મન અને ફ્રાંસના નાગરીકોને ફ્રેન્કફર્ટ અને પેરીસ પહોચાડાશે જયારે અન્ય દેશો આર્યલેન્ડ, કેનેડાના લોકોને લંડનના હિથ્રો વિમાની મથક સુધી લઈ જવાશે અને ત્યાંથી એ લોકો કેનેડા આર્યલેન્ડ પહોચાડવા અન્ય વ્યવસ્થા થશે

અમે દિલ્હીમાં રહેલા આચારદેશોના વિદેશી દૂતાવાસનો સંપર્ક કયો હતો. અને એ લોકોને તેમના સહી સલામત પહોચાડવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવી છે. એર ઈન્ડીયાએ ચાર દેશો સાથે ખાસ વિમાનો દોડાવવા કરાર કર્યા છે.

જર્મનીની ૧૦ ફલાઈસ, કેનેડાથી-૬, ફ્રાન્સની ૧, આર્યલેન્ડની ૧ ફલાઈટ ઉડાયન કરા કર્યા છે. આ સ્પેશ્યલ ફલાઈટમાં માત્ર એ જ દેશોના મુસાફરો હશે અન્ય કોઈ મુસાફરો કે સામાન પણ વહન નહી કરાય તેમ એર ઈન્ડીયાના ચેરમેન રાજીવ બંસલે જણાવ્યું હતુ.

બુધવારથીજ જર્મન નાગરીકોને પ્રથમ ફલાઈટમાં ફ્રકફર્ટ ખાતે લઈ જશે.

બંસલે વધુમાં જણાવ્યું હતુ કે ચીને તબીબી સાધનોના વિમાની પરિવહન માટે ભારતને મંજૂરી આપી દીધી છે. શનિવાર અને રવિવારે તબીબી સાધનો લઈ જવા માટે દિલ્હી સાંધાઈ દિલ્હી વિમાન દોડશે આ ઉપરાંત આગામી સોમવારથી ગુરૂવાર સુધી સાધાઈ સુધી અને દિલ્હી હોંગકોંગ દિલ્હી કાર્ગો ફલાઈટસને પણ મંજૂરી આપવામાં આવી છે. આ ફલાઈટસ ત્યાથી મેડીકલ સાધનો લાવશે તેમ તેમણે જણાવ્યું હતુ.

માર્ચ ૨૬થી બુધવાર ૧ એપ્રીલ સુધી ભારતમાં ૮૫ ફળાઈટ ચાલુ હતી જેમાં ૬૨ એર ઈન્ડીયા ગ્રુપે ૧૫ એરક્રોર્સ અને ૯ ખાનગી વિમાની કંપનીઓએ દોડાવી હતી જેમાં ૭૬ ટન મેડીકલ સાધનો તથા કોરોના પીડીતો માટે આવશ્યક ચીજ વસ્તુઓનું પરિવહન કરાયું હતુ ગૂરૂવારે સવારે દિલ્હી નજીકના હિંડન એરફોર્સ મથકેથી શાકભાજી લઈ લેહ પહોચાડાયા હતા તેમ ઉડ્ડયન મંત્રાલયમાં ઉષા પઢીએ જણાવ્યું હતુ.

નાગરીક ઉડ્ડયન વિભાગે મુસાફર વિમાનોને તમામ કાર્ગોના પરિવહન માટે મંજૂરી આપી દીધી છે. જેથી એ જરૂરીયાત મુજબની ફલાઈટસ વધશે.

ઉડ્ડયનમંત્રી એચ.એસ. મુરીએ જણાવ્યુંં હતુકે વિમાની કંપનીઓને જરૂરી મેડીકલ સાધનો વિનામૂલ્યે લાવવા લઈ જવાની મંજૂરી આપવા સાથે વ્યાપારી ધોરણે કાર્ગો લાવવા લઈ જવા મંજૂરી અપાઈ છે.

Loading...