Abtak Media Google News

ઉમેદવાર સાથે આવેલા વાહનચાલકોએ રેલીમાં હેલ્મેટ ન પહેરતા દંડ ફટકાર્યો

દાદરા નગર હવેલીમા લોકસભાની ચુંટણી માટે ૨૮મી માર્ચના રોજ જાહેરનામુ જારી કરાયુ હતુ, પ્રથમ દિવસે એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યું ના હતુ, શુક્રવારના રોજ પ્રથમ લોકસભાની ચુંટણી માટે અપક્ષના ઉમેદવારે ફોર્મ ભર્યું હતુ,ઉમેદવારે એના સમર્થકો સાથે બાઈક રેલી કાઢી ફોર્મ ભરવા જતા ટ્રાફિક વિભાગ દ્વારા રેલીને અટકાવી વગર હેલ્મેટ બાઈક ચલાવનાર સામે દંડ ફટકાર્યો હતો, દાદરા નગર હવેલી લોકસભાની સીટ માટે લુહારીના રહીશ દીપકભાઈ કુરાડાએ હવેલી ગ્રાઉન્ડની બાજુમાંથી પોતાના યુવા કાર્યકર્તાઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે, જોહું સાંસદ બનું તો પ્રથમ પ્રદેશના શિક્ષિત બેરોજગારો માટે નોકરીઓની વ્યવસ્થા કરાવી એ મારુ કાર્ય હશે,અમે આવતા ૫-૬ દિવસોમાં પ્રદેશની સમસ્યાઓને લગતા મુદ્દાઓ લઇ લોકોના વચ્ચે પ્રચાર અર્થે જઈશુ,હવેલી ગ્રાઉન્ડ નજીકથી નીકળેલી બાઈક રેલીને રાશ હોટલ નજીક ટ્રાફિક વિભાગે રોકી હતી, અને વગર હેલ્મેટે બાઈક ચલાવનાર તમામ ચાલકોને દંડ ફટકાર્યો હતો,આ બાઇકરેલીને અટકાવવાને કારણે અડધો કલાક સુધી ટ્રાફિક જામ થઇ ગયો હતો,બીજા વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો,શહેરમા એ રીતની ચર્ચા ચાલી રહી છે કે શુ ટ્રાફિક વિભાગ દ્વારા મુખ્ય રાજકીય પક્ષ દ્વારા બાઈક રેલી કાઢવામા આવશે તો તેઓ પાસે પણ દંડ વસુલ કરશે કે પછી આવા અપક્ષ ઉમેદવારી કરનારા સામે જ કાર્યવાહી કરી સંતોષ માનશે,

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.