Abtak Media Google News

ભારત-વેસ્ટઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની સીરીઝની પાંચમી અને અંતિમ વનડે ગુરૂવારે તિરુવનંતપુરમના ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ. 105 રનના ટાર્ગેટનો પીછો કરતાં ટીમ ઈન્ડિયાએ માત્ર 1 વિકેટ ગુમાવીને 15 ઓવર પૂરી થતા પહેલાં જ 105 રન બનાવી 9 વિકેટે મેચ જીતી છે. આ સાથે જ ભારતે ઘર આંગણે પ્રથમ વનડે શ્રેણી પોતાના નામે કરી છે.

શિખર ધવન છેલ્લી વનડેમાં પણ નિષ્ફળ રહેતાં માત્ર 6 રને થોમસની ઓવરમાં ક્લિન બોલ્ડ થયો. આ પહેલાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરતાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે 32 ઓવરમાં 104 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. અને ભારતને જીતવા માટે 105 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ 4 વિકેટ રવિન્દ્ર જાડેજાએ લીધી છે. તો બુમરાહ અને અહેમદના ફાળે 2-2 વિકેટ આવી છે. જ્યારે ભુવનેશ્વર કુમાર અને કુલદીપ યાદવે 1-1 વિકેટ ઝડપી છે.

વેસ્ટઈન્ડિઝ સાત વર્ષથી ભારતમાં વનડે સીરીઝ જીતી શક્યું નથી. તેમને છેલ્લી વખત 2011માં ભારતને તેની જ ધરતી પર 4-1થી હરાવ્યું હતું. ત્યારથી વેસ્ટઈન્ડિઝની ભારતમાં આ ત્રીજી વનડે સીરીઝ છે. 2011 પછીથી બંને સીરીઝમાં ટીમ ઈન્ડિયા 2-1થી વિજયી રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.