Abtak Media Google News

ભારત – વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે પાંચ વનડે સીરીઝનો ચોથો મુકાબલો મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં આજે યોજાશે. બંને ટીમો સીરીઝમાં 1-1થી બરાબરી પર છે. વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી મેચ ટાઈ રહી હતી. બ્રેબોનમાં ટીમ ઇન્ડિયા 23 વર્ષ બાદ વનડે મેચ રમશે. ભારત અહીં એક માત્ર મેચ 1995માં રમ્યું હતું. ત્યારે તેણે ન્યૂઝીલેન્ડના 6 વિકેટથી પરાજય આપ્યો હતો. આ મેદાન પર ભારત-વિન્ડીઝની ટીમો પહેલીવાર સામ-સામે હશે.

આ સ્ટેડિયમ પર 12 વર્ષ બાદ કોઈ વનડે રમાશે. છેલ્લીવાર 2006માં ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝની ટીમ સામ-સામે થઈ હતી. વેસ્ટ ઇન્ડિઝ અહીં સૌથી વધુ ચાર મેચ રમ્યું છે, જેમાં તે એક જ જીતી શક્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.