Abtak Media Google News

ભારતે 18.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 162 રન કરી ન્યુઝીલેન્ડે આપેલો ટાર્ગેટ આરામથી ચેઝ કર્યો હતો. આ જીત સાથે ભારતે પ્રથમ વાર ન્યુઝીલેન્ડને તેના ઘરઆંગણે હરાવ્યું હતું. મેચમાં ત્રણ વિકેટ ઝડપનાર કૃણાલ પંડ્યા મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો. ભારત માટે ઓપનર્સ 9.2 ઓવરમાં 79 રનની ભાગીદારી કરી મેચમાં ફક્ત ઔપચારિકતા બાકી રાખી હતી.

મહેમાન ટીમ માટે કેપ્ટ્ન રોહિત શર્માએ 29 બોલમાં 50 રન કર્યા હતા જયારે ઋષભ પંતે રન અને શિખર ધવને રનનું યોગદાન આપ્યું હતું. રોહિત ટી-20 ફોર્મેટમાં ટોપ સ્કોરર બન્યો હતો. તેણે ન્યુઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલને પાછળ મુક્યો છે. કિવિઝ માટે લોકી ફર્ગ્યુસન, ઈશ સોઢી અને ડેરેલ મિશેલે 1-1 વિકેટ લીધી હતી. સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ રવિવારે હેમિલ્ટન ખાતે રમાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.