IND vs NZ ચોથી T20: સુપર ઓવરમાં ભારતની જીત

144

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની ચોથી T20 મેચ પણ ટાઈ થઈ હતી. હવે સુપર ઓવરમાં ભારતી જીત થઈ હતી. ન્યૂઝીલેન્ડે સુપર ઓવરમાં 13 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે સુપર ઓવરમાં 16 રન બનાવ્યા હતા. ત્રીજી T20 મેચ પણ ટાઈ થઈ હતી જેમાં પણ ભારતની જીત થઈ હતી. ન્યૂઝીલેન્ડ સાતમીવાર સુપર ઓવરમાં હાર્યું છે.

આજની મેચમાં 166 રનના વિજય લક્ષ્યાંત માટે મેદાનમાં ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ સાત વિકેટના નુકસાને 165 રન બનાવી શક્યું હતું. છેલ્લી બે ઓવરમાં મેચ પલટાઈ ગઈ હતી. છેલ્લી બે ઓવરમાં ન્યૂઝીલેન્ડે જીત માટે 11 રનની જરૂર હતી, પણ તે ન બનાવી શક્યું. છેલ્લી બે ઓવરમાં તેની ચાર વિકેટ પડી હતી.

Loading...