Abtak Media Google News

તમામ દરિયાઈ વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ હાથ ધરાયું: બોટ માલિકોખલાસીઓને રી દસ્તાવેજ સાથે રાખવા સુચના અપાઈ

રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં લઈ તમામ એજન્સીઓ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે માંગરોળમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા દરિયાઈ પટ્ટી પર સઘન વોચ રાખવા માટે માછીમાર કરતા ભાઈઓને સુરક્ષા પગલે માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

ખાસ કરીને દરિયામાં માછીમારી કરતા માછીમાર ભાઈઓને દરિયામાં પાકિસ્તાન બોડરથી ૫ કિમી અંદર માછીમારી કરવી તેમજ આઈ.એમ.બી.એલ ફિશિંગ ઝોનમાં માછીમારી કરવા ન જવું. આ ઉપરાંત માછીમારને વિશેષ દરિયાકાંઠા વિસ્તાર તેમજ દરિયામાં શંકાસ્પદ કોઈ બોટ કે વ્યકિત દેખાય તો તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવી. સંભવિત સ્થિતિને લઈ માંગરોળ બંદરે દરિયાઈ સુરક્ષામાં વધારો કરી દરિયાઈ સુરક્ષાની જાણકારી આપી. માંગરોળ, ખારવા સમાજ પ્રમુખને હાજર રાખી બોટ માલિકો ટંડલ, ખલાસીઓને જ‚રી દસ્તાવેજ સાથે રાખવા તેમજ દરિયાઈ વિસ્તારોમાં કોઈ હલચલ સહિતની જાણકારી આપવા સુચના અપાઈ છે.

પુલવામા આતંકવાદી હુમલા બાદ બન્ને દેશો વચ્ચે હાલ તણાવભર્યો માહોલ છે. આવી સ્થિતિને લઈ જુદા-જુદા વિભાગોને એલર્ટ કરાયા છે ત્યારે આમ બોટ માલિકો અને માછીમારોને જાગૃત તેમજ સતર્ક રહેવા સુચના અપાઈ છે. માંગરોળ બંદર ઉપર અલગ-અલગ એજન્સી સહિત મત્સય ઉધોગ અધિકારી પી.વી.રાડા, ફીશરીઝ ઓફિસર પી.ડી.ખેર, મરીન પોલીસ ખારવા સમાજના પ્રમુખ પરસોતમભાઈ ખોરાવા, બંદર આગેવાનો, બોટ માલિકો, માછીમારીની બેઠકો મળી હતી. જેમાં પેટ્રોલીંગ વચ્ચે તમામ લોકોએ તકેદારી અંગે સુચનાઓ આપવામાં આવી છે. તેમજ દરીયાઈ સુરક્ષા અને પ્રતિબંધિત વિસ્તારની આજુબાજુ પણ ન જવા અને દરિયાઈ વિસ્તારોમાં કોઈ હલ પણ થાય તેની જાણકારી આપવા તેમજ એલર્ટ રહેવા સુચના અપાઈ છે.

તેમજ માછીમારોને કોઈપણ પ્રકારનું પ્રલોભન આપી અનીલી વકતીઓ મદદ માગે તો સરકારી એજન્સીને જાણ કરવી અને સુરક્ષાઓને ધ્યાને લઈ કોઈ એજન્સી તપાસમાં આવે ત્યારે પુરતો સહયોગ આપવા તેમજ ઓળખકાર્ડ સહિતના જ‚રી ડોકયુમેન્ટ સાથે રાખવા સુચના અપાઈ છે. આ સાથે તમામ દરિયાઈ વિસ્તારની દરિયાઈ પટ્ટી ઉપર સઘન પેટ્રોલીંગ વધારી દેવાઈ છે અને સાથે આ વિસ્તારના તમામ નાગરિકોને જાગૃત રહેવા તેમજ દેશ-વિરોધી પ્રકૃતિ ઉપર નજર રાખી જાગૃતતા દાખવવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.