શાકભાજી દ્વારા વધારો ત્વચાની સુંદરતા …….

beauty
beauty

સ્વસ્થ રહેવા માટે જેમ વિટામિનની જરુર પડે છે તે રીતે જ ત્વચાની પણ સંભાળ લેવી પડે છે. તે જ રીતે ત્વચાની સંભાળ લેવા માટે શાકભાજી શ્રેષ્ઠ છે. શિયાળામાં કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને પણ ત્વચાને સુંદર બનાવી શકાય છે.

– કોબીજ : કોબીજના પાનને શરીર પર લગાવવાથી ચામડીના રોગો દૂર થાય છે. કોબીજમાં વિટામિન બી હોય છે, જે ત્વચાને સારી રાખે છે. બાફેલી કોબીજના પાણીને ત્વચા પર લગાડવાથી પણ ફાયદો થાય છે.કોબીજમાં અનેક ખનીજ તત્વો હોય છે. માટે તે ત્વચા માટે ખૂબ જ પૌષ્ટિક છે.

-ગાજર : ગાજર વિટામિનોથી ભરપુર હોય છે. શિયાળામાં શુષ્ક ત્વચાને પૌષ્ટિક ફાયદો થાય છે. ગાજરના પલ્પમાં થોડુ હુંફાળું પાણી મિક્સ કરીને તેને પેકની જેમ લગાવો, અડધો કલાક બાદ પાણીથી ચહેરો ધોઇ લો.

– ટામેટા : ટામેટામાં વિટામિન ઉંચી માત્રામાં હોય છે જે ત્વચાને યુવાન રાખે છે. ઓઇલ સ્કિન ધરાવતી વ્યક્તિ ટામેટાનો પલ્પ ચહેરા પર લગાવે તો ચહેરા પરથી ઓઇલ દુર થશે. જો ત્વચા શ્યામ હોય તો ટામેટાના પલ્પને ચહેરા પર લગાવીને ૧૫ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખો.

– પાલક : પાલક ખાદ્ય તરીકે લેવાય છે. અને પાલકને ક્રશ કરીને તેનો પેક ચહેરા પર લગાવો. પાલકમાં લેપનો ચહેરા પરના ખીલ દૂર થશે. અને ચહેરાને સુંદરતા મળશે.પાલક ચહેરા પરથી ઓઇલ દૂર કરીને ત્વચાને ગ્લોઇંગ બનાવે છે. ટેન ત્વચાને પણ પાલકથી દૂરી કરી શકાય છે.

Loading...