જામનગરનું વધ્યું ગૌરવ: આયુર્વેદની ‘ઈટ્રા’ બની રાષ્ટ્રીય સંસ્થા

જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને ધનવંતરી જયંતિના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકે જાહેર કરી લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાને નવીદિલ્હીથી ઈ-લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન બાદ મહાનુભાવોને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સન્માનપત્રો અર્પણ કરાયા હતા.

આ તકે જામનગરમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મંત્રી હકુભા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ભારતીબેન શિયાળ, રાઘવજી પટેલ, ધારાસભ્યો, ઈટ્રાના અનુપ ઠાકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. ઈટ્રાના લોકાર્પણ થકી રાજ્યમાં જ નહીં સમગ્ર દેશમાં આયુર્વેદ શિક્ષણ અને સંશોધનને વેગ મળશે. ઈટ્રા રાષ્ટ્રીય મહત્વની સંસ્થા જાહેર થતાં જામનગરનું ગૌરવ વધ્યું છે. (ફોટો: હીરેન દોશી)

Loading...