Abtak Media Google News

વીવીપી કોલેજના અઘ્યાપક જય ધુલીયા અને ડો. નીરવ મણીયારનું સંશોધન આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે રજુ: ગુજરાતના બે સંશોધનોમાંથી એક વીવીપી કોલેજનું: સંશોધકો ઉપર અભિનંદનની વર્ષા

ગુજરાતનું ઇજનેરી હીર આઇઆઇટી, એનઆઇટી, એનઆઇટી, સીએસઆઇઆર અને બી.આઇ.ટી.એસ. ના સ્તરે પહોચ્યું છે. જેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. તાજેતરમાં એનઆઇટી, કુરુક્ષેત્ર ખાતે આયોજીત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં કુલ ૨૧૭ સંશોધનપત્રો સાથે વીવીપી ઇજનેરી કોલેજના મીકેનીકલ વિભાગના આસીસ્ટન્ટ પ્રોફેસર જય ધુલીયા અને એસોસીએટ પ્રોફેસર ડો. નીરવ મણીયારનું સંશોધનપત્ર પણ પસંદગી પામ્યું. ઉલ્લેખનીય બાબત છે કે સમગ્ર ગુજરાતમાંથી માત્ર બે જ સંશોધનપત્રો પૈકી એક સંશોધનપત્ર વીવીપી મીકેનીકલનાં અઘ્યાપકોનું પ્રસ્તુત થતા વીવીપી એ સંશોધનરુપી આકાશમાં સ્વર્ણિમ સિઘ્ધિ પ્રાપ્ત કરી છે.

એનઆઇટી., રુકુક્ષેત્ર ખાતે‘ ન્યુ ફન્ટીયર્સ ઇન એન્જીનીયરીંગ, સાયન્સ અને ટેકનોલોજી’ વિષય પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંશોધનાત્મક ઇજનેરો તૈયાર કરતી વીવીપી ઇજનેરી કોલેજના મીકેનીકલ વિભાગનાં આસીસ્ટનટ પ્રોફેસર જય ધુલીયા અને એસોસીએટ પ્રોફેસર ડો. નીરવ મણીયારે ડીઝાઇન, મોડેલીંગ એન્ડ મેન્યુફેકચરીંગ ઓફ ૧૬ સીલીડર હાઇડ્રોલીક ફીક્ષચર વીથ ઓટોમેટેડ કલેમ્પીંગ સિસ્ટમ વિષય પર સંશોધનપત્ર રજુ કર્યુ હતુ. અઘ્યાપક જય ધુલીયા અને ડો. નીરવ મણીયારે પ્રસ્તુત કરેલ હાઇડ્રોલીક ફીક્ષચર સંશોધન થકી ૧૬ સીલીન્ડરની મદદથી એક સાથે ચાર કોમ્પોનન્ટ પર મશીનીગ કરી શકાય છે. જેથી ઉત્પાદકતા વધે છે. એટલું જ નહી તો મેન્યુઅલ કલેમ્પીગ ને બદલે ઓટોમેટેડ કલેમ્પીગનો ઉપયોગ થતા કારખાનામાં કાર્ય કરતા કામદારોના સ્વાસ્થ્ય, સુરક્ષા અને કાર્યક્ષમતામાં વધારો થશે. આઠથી બાર કલાક હાથ વડે મેન્યુઅલ કલેમ્પીંગ કરવાથી કામદારો વધારે થાક અનુભવે છે. તથા રોજીદી શીફટના અંત ભાગમાં થાકના કારણે ઓછું કલેમ્પીંગ બળ લાગવાથી અકસ્માત થવાનો ભય રહે છે. હાઇડ્રોલીક ફીક્ષચર અને ઓટોમેટેડ કલેમ્પીગની મદદથી મેેેેેેેન્યુઅલ કલેમ્પીગની જરુરીયાત ન રહેતા કામદારોના સ્વાસ્થ્ય, કાર્યક્ષમતા અને સુરક્ષામાં વધારો કરી શકાય છે.

જય ધુલીયા (મો. નઁ. ૯૪૯૦૪ ૪૬૫૦૦) અને ડો. નીવર મણીયાર (મો. નં. ૯૯૦૯૯ ૧૭૫૮૭) પર અભિનંદનની વર્ષા થઇ રહી છે.

આ સંશોધન કાર્યમાં જય ધુલીયા અને ડો. નીરવ મણીયારને ભકિતનગર, રાજકોટ ખાતે સ્થિત અગ્રગણ્ગ મેન્યુફેકચરીંગ કંપની સુપ્રા ટેકનોલોજીના સુધીરભાઇ ઠાકર તથા પ્રદીપભાઇ થાનકીનું સંપૂર્ણ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.