Abtak Media Google News

ભારતીયોની વિચાર સરણીના કારણે ડેબીટ કાર્ડનો ઉપયોગ ક્રેડીટ કાર્ડ કરતા વધુ

ભારત દેશની વાત કરવામાં આવે તો દેશમાં ક્રેડીટ કાર્ડ કરતા ડેબીટ કાર્ડથી ચૂકવણુ કરવામાં વધુ ભરોષો રાખવામાં આવે છે. દેશની માનસીકતા પણ એવી જ છે કે જયારે કોઈ ક્રેડીટ કાર્ડના વપરાશની વાત કરતું હોય તો તેને નિમ્ન કક્ષાએ જોવામાં આવે છે. જેથી દેશમાં ડેબીટ કાર્ડ વપરાશમાં ૨૭ ટકાનો અધધધ…. વધારો જોવા મળ્યો છે. આ આંકડા આરબીઆઈ દ્વારા પ્રકાશીત પણ કરવામાં આવ્યા છે.

ડેબીટ કાર્ડની સરખામણીમાં એટીએમ વિડ્રોવલ ગોકળ ગાય ગતિએ ૧૫ ટકાનો વધારો જોવા મળ્યો છે. ત્યારે ડેબીટ કાર્ડ સ્વાઈપ કરવા માટે પીઓએસ મશીનમાં ૨૭ ટકાનો વધારો માર્ચ ૨૦૧૯માં નોંધાયો છે જે ગત વર્ષની સરખામણીમાં ખુબજ વધુ જોવા મળ્યો છે. માર્ચ મહિનાની વાત કરવામાં આવે તો ૪૦૭ મીલીયન ડેબીટ કાર્ડ સ્વાઈપ કરવામાં આવ્યા હતા. જયારે એટીએમ વિડ્રોવલમાં પણ એક જ આંકડો અનેક વર્ષથી સામે આવી રહ્યો છે.

વાત કરવામાં આવે તો વિદેશમાં લોકો ક્રેડીટ કાર્ડને વધુ પ્રાધાન્ય આપતા હોય છે પરંતુ ભારત દેશમાં સ્થિતિ પૂર્ણત: વિપરીત છે જે કોઈ વ્યક્તિ ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરતા નજરે પડે છે લોકોને એવું લાગે છે કે તે વ્યક્તિ આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યો છે. પરંતુ વાસ્તવિકતા કાંઈક અલગ જ હોય છે.

ત્યારે લોકોમાં જાગૃતિના અભાવે ક્રેડીટ કાર્ડની બદલે લોકો ડેબીટ કાર્ડને વધુ પ્રાધાન્ય આપતા નજરે પડે છે પરંતુ તે વાત સાચી છે કે, ભારત દેશના નાગરિકોની માનસીક સ્થિતિ અને તેની સમજણ શક્તિમાં ઘણો તફાવત અન્ય દેશોની સરખામણીમાં જોવા મળે છે. વિદેશમાં ડેબીટ કાર્ડના બદલે લોકો સૌથી વધુ ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે ત્યારે ભારત દેશમાં મફતમાં પણ જો ક્રેડીટ કાર્ડ આપવામાં આવે તો લોકો તેનો ઉપયોગ કરવાથી શરમાતા હોય છે અને પૂર્ણત: ડેબીટ કાર્ડનો ઉપયોગ કરતા નજરે પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.