Abtak Media Google News

2030 માં ભારત વિઝનને દર્શાવતુ ફુલ ગુલાબી બજેટ

લોકસભાની ચૂંટણીના કાઉન્ટ ડાઉન શરૂ ચૂક્યા છે. ત્યારે આજે રજૂ થયેલ ફુલ ગુલાબી વચગાળા નું બજેટ નાણામંત્રી અરુણ જેટલીની નાદુરસ્ત તબિયતને કારણે પિયુષ ગોયેલે ઇન્કમ ટેક્સમાં ઐતિહાસિક છૂટછાટ આપવાનો નિર્ણય લીધો છે. મુંબઇની પ્રખ્યાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કિરણ મહેતા એન્ડ કંપનીએ બજેટ ઉપર વિશેષ પ્રકાશ પાડતા કર્ટસી એનાલિટીક્સ તૈયાર કર્યું છે.

Budgetસી.એ. કિરણ મહેતા એન્ડ કંપનીના એનાલિસિસ મુજબ:-

ગત 25 માસમાં ભારતીય વેપારના વાતાવરણમાં મળ્યા છે. જેમાં સરકારે રેરા,G.S.T.,નોટબંધી,નાદારી નો કાયદો અને રાજકારણમાં FDI જેમાં ઐતિહાસિક નિર્ણયો લીધા છે. આપણાં નાણામંત્રીએ આ વર્ષે ખૂબ જ સારૂ અને સંતુલિત બજેટ જાહેર કર્યું છે.જે મધ્યમ વર્ગના લોકોને કરમુક્તિ માટે ખૂબ જ મહત્વનુ છે. ટેક્સનું સ્ટેટમેન્ટ ભારતના ભવિષ્યને ધ્યાનમાં લઈ કરવામાં આવ્યું છે.

Tax 1 બજેટ જાહેર કર્યા પૂર્ણ નાણામંત્રીએ ખૂબ જ માઇક્રો પ્લાનિગ દ્વારા મોદી સરકારના 4 વર્ષના કર્યો અને તેની સરળતાની ઝાંખી કરાવી હતી. જેમાં આયુષ્યમાન ભારત, મિશન ગગનયાન, શૌચાલયોના નિર્માણ, પ્રધાનમંત્રી જનધન યોજના, ખેડૂતોની આવક જેવા મુદ્દે આકડાકીય માહિતી આપવામાં  આવી હતી અને કહ્યું હાતું કે સારા અર્થમાં જીત સરકારની નહીં પણ પ્રજાની થઈ છે.

ભારત 2030માં કઈ પ્રકારના વિકાસ ના કાર્યો કરશે.તેનું વિઝન પ્રસ્તુત કરતાં સામાજિક માળખાગત સુવિધા ઉપલબ્ધ કરાવવાનું કહ્યું છે. જેથી ભારતના અર્થતંત્રને બુસ્ટર ડોઝ મળવાની સાથે લોકોને ઈઝ ઓફ લિવિંગ માટે પ્રોત્સાહન મળશે. આવનાર સમયમાં રોડ, રેલ્વે,દરિયાકાઠા,એરપોર્ટ,અર્બન ટ્રાન્સપોર્ટ,ઇલેક્ટ્રીક ટ્રાન્સમિશન સહિતના કાર્યો માટે માળખાગત સુવિધા ઉપલબ્ધ કરાશે.

2030 સુધીમાં ભારતને સંપૂર્ણપળો ડીઝિટલ ઈન્ડિયા બનાવવાનું સરકારનું લક્ષ્યાંક છે.તેને આંબી ભારતના દરેક ક્ષેત્રના લોકોને અસર કરે છે. ભારતની યુવા પેઢી જ દેશનો બેકબોન છે. સરકારનું ડિઝિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર અને ડિઝિટલ ઈકોનોમી 2023 અંતર્ગત સરકારનું લક્ષ્ય છે કે સરકારી તેમજ ખાનગી દરેક સેક્ટરમાં દરેક નાણાકીય વહીવટો ડિઝિટલ થશે.

ભારતને પ્રદૂષણમુક્ત બનાવવાની સાથે લીલુછમ રાખવા માટે ઉર્જાની જરૂરિયાત અંગે ઇ-વાહનોને રિન્યુએબલ એનર્જી થી ચલાવવા ઇ-વાહનો ને પ્રોત્સાહન આપવામાં આવશે. તેથી પેટ્રોલ જેવા મોંઘા અને પ્રેદૂષણ કરતાં જેવા મોંઘા અને પ્રદૂષણ કરતાં ઈંધણો થી મુક્તિ મળશે. મોર્ડન ડિઝિટલ ટેક્નોલોજીના માધ્યમથી MSME ને પ્રોત્સાહન આપવા ઉધ્યોગ,સ્ટાર્ટ અપ અને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ માટે ભારતને હબ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

એ સમય દૂર નથી કે ભારત આટોમોબાઇલ, ઇલેક્ટ્રોનિક્સ, મેડિકલ ડિવાઇસ, ડિફેન્સ અને અન્ય વિવિધ ક્ષેત્રે મેન્યૂફેકચરિંગ હબ બનવા તરફ જય રહ્યું છે.

દેશની નદીઓ જીવનની મુળી સમાન કીમતી છે. આપણી સરકારે ગંગા નદીને સ્વચ્છ કરવાના કાર્યો ઉપર કામ કરી રહી છે. 2030 સુધીમાં દેશની તમામ નદીઓના પાણી સ્વચ્છ અને પીવાલાયક બને તેવો સરકારનો લક્ષ્ય છે. જેનાથી ખેડૂતોને સિંચાઇ માટે પણ વ્યવસ્થા કરવામાં સરળતા રહેશે.

Tds 1ભારતનો દરિયાકાંઠાથી સમૃદ્ધ નક્શો ધરાવે છે. જે ભારતના અર્થતંત્રની તાકાત બની શકે છે. ભારત “ બ્લૂ ઈકોનોમી” તરફ કામ કરી રહ્યું છે. જેને લઈને પ્રોજેકટ સાગરમાલાની શરૂઆત કરવામાં આવી છે. જેને લઈ ભારતમાં દરિયાઈ પરિવહન સરળ અને સુરક્ષિત બનશે. વર્ષ 2022 માં ભારતનું સૌપ્રથમ સમાનવ અંતરિક્ષ યાન મિશન “ગગનયાન” લોન્ચ થનાર છે. ભારતના ઇતિહાસમાં 2022 સુવર્ણ વર્ષ રહેશે.

ભારતને ખોરાક, નિકાસ માટે સક્ષમ બનાવી વૈશ્વિક લેવલે ખોરાકની જરૂરિયાત પૂર્ણ કરવા માટે ખેડૂતોના કૃષિ ઉત્પાદનની ક્ષમતા વધારવાના નેમ લીધા છે. જેમાં એગ્રીકલ્ચર માટે મોડર્ન પ્રેકટસના સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. એગ્રો અને ફૂડ પ્રોસેસિંગથી લઈ પેકેજિંગ અને મેઇન્ટેનન્સ સુધી ભારતીય ખોરાક ઉધ્યોગને સક્ષમ બનાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.