રોબર્ટ વાડ્રાના ઘરે પહોંચી આવકવેરાની ટીમ, બેનામી સંપત્તિના મામલે પૂછપરછ

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાની આવકવેરા વિભાગની ટીમ દ્વારા બેનામી સંપત્તિના કેસમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.

વિગતો મુજબ બેનામી સંપત્તિના મામલે આવકવેરા વિભાગે રોબર્ટ વાડ્રાને નોટિસ મોકલી હતી, પરંતુ તેઓ આવકવેરાની ઓફિસમાં પહોંચ્યા નહોતા. આવી સ્થિતિમાં ઇન્કમટેક્સની ટીમ પૂછપરછ માટે રોબર્ટ વાડ્રાના ઘરે પહોંચી છે. રોબર્ટની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે, ભૂતકાળમાં પણ રોબર્ટ વાડ્રા ઉપર અનેક આક્ષેપ થયા હતા. ત્યારે આવકવેરા વિભાગની ટિમ વાડ્રાના ઘરે પહોંચી છે, અને ટિમ દ્વારા વાડ્રાની પૂછપરછ કરવા કવાયત હાથ ધરવામાં આવી રહી છે.

Loading...