Abtak Media Google News

વરસાદની આગાહીને ધ્યાને લઈ યાર્ડના સત્તાધીશો દ્વારા લેવાયો નિર્ણય: સત્તાધીશો વધુ એક બેઠક યોજી પરિસ્થિતિની કરશે સમીક્ષા

સમગ્ર ભારતમાં ટૂંક સમયમાં વર્ષારાણીની એન્ટ્રી થનાર છે ત્યારે નિસર્ગ વાવાઝોડુ પણ સક્રિય થયું છે. જેના પરિણામે સમગ્ર રાજ્યમાં તકેદારીના પગલાઓ લેવાઈ રહ્યાં છે. વાવાઝોડાના આગમચેતીના પગલા સ્વરૂપે એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. ત્યારે ખાસ એપીએમસી ખાતે પ્લેટફોર્મની બહાર ઉતારવામાં આવતી તમામ ખેત પેદાશોની આવક કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવી છે. હાલ તા.૧-૬-૨૦૨૦ના રોજ ભીમ અગીયારસની જાહેર રજા હોવાના કારણે રાજકોટ સહિતના માર્કેટીંગ યાર્ડો બંધ રાખવામાં આવ્યા હતા અને વાવાઝોડાની આગાહીને પગલે આજ દિનથી જ માર્કેટીંગ યાર્ડ દ્વારા પરિપત્ર બહાર

આ વિશે રાજકોટ માર્કેટીંગ યાર્ડના વાઈસ ચેરમેન હરદેવસિંહ જાડેજાએ ‘અબતક’ સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવતા કહ્યું હતું કે, સમગ્ર રાજ્ય પર વાવાઝોડાની અસર રહેશે. તેમજ વરસાદી માહોલ જોવા મળશે તેવી આગાહી કરવામાં આવી છે. જેના આગમચેતીના પગલા સ્વરૂપે હાલ રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે જે જણસોને પ્લેટફોર્મની બહાર ઉતારવામાં આવે છે તેની તમામ જણસોની આવક અટકાવી દેવામાં આવી છે. તમામ કમિશન એજન્ટોને પરિપત્રના માધ્યમથી જાહેરાત કરી સુચના આપવામાં આવી છે કે, હાલના સમયમાં રજિસ્ટ્રેશન વાળી જણસ એટલે કે કપાસ, મગફળી, ચણા, ઘઉંની આવક કરવી નહીં જેથી કોઈપણ ખેડૂત કે કમિશન એજન્ટને નુકશાની ન વેઠવી પડે. મોટાભાગના ખેડૂતો કમિશન એજન્ટના સીધા સંપર્ક હોય છે જેથી તમામ દલાલ ભાઈઓને આ બાબતની જાણ કરી ખેડૂતોને સુચના આપી દેવા ભલામણ કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, તા.૧-૬-૨૦૨૦થી ૨-૬-૨૦૨૦ એમ કુલ બે દિવસ માટે હાલ આવક બંધ કરવામાં આવી છે. આગામી દિવસોની પરિસ્થિતિને ધ્યાને લઈને યાર્ડના સત્તાધીશો દ્વારા ટૂંક સમયમાં બેઠક યોજી આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. જો અતિ ભારે વરસાદ જોવા મળશે અથવા તો વરસાદી માહોલ યથાવત રહેશે તો તમામ પ્રકારની આવકને અટકાવી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.