Abtak Media Google News

લોકડાઉનના સમયગાળામાં ખેડૂતોને પ્રતિ ૨૦ કિલો રૂ . ૨૭૦૦૦ ભાવ મળે છે

પ્રોટીન અને કેલ્શીયમથી ભરપુર કાળા તલની પણ જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં આવક થાય છે. આજે જૂનાગઢ યાર્ડમાં ૩૯ ક્વિન્ટલ કાળા તલની આવક નોંધાઇ હતી. ખેડુતોને કાળા તલનાં પ્રતિ ૨૦ કિલો રૂા. ૨૭૦૦ જેવા ભાવ મળ્યા હતા.

સામાન્ય રીતે સફેદ તલનું વધારે વાવેતર થતુ હોય પણ કાળા તલની માંગ અને તેના વૈજ્ઞાનિક ગુણધર્મો ઉત્તમ હોવાનાં કારણે વિસાવદર પંથકમાં કાળા તલનો વાવેતર વિસ્તાર પણ વધ્યો છે. કાળા તલની સાથે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં સફેલ તલની આજની આવક ૧૨૯ ક્વિન્ટલ થઇ હતી. જેનો ભાવ પ્રતિ ૨૦ કિલોએ સરેરાશ ૧૬૦૦ રૂપિયા ખેડુતોને મળ્યા હતા. કાળા તલ પાકવામાં વધુ સમય લેવા સાથે ખેડુતોને વધુ ભાવ આપે છે.

કાળા તલનું કચરીયુ, ચીકી, શરીરને ઉર્જા આપવા સાથે મનને મજબુત કરે છે. કાળા તલ બાળકો માટે ખુબ પૌષ્ટીક છે. જૂનાગઢ જિલ્લામાં વિસાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કાળા તલનું વાવેતર થાય છે. ઉપરાંત તમામ ખાદ્યતેલો પૈકી તલનું તેલ ઉત્તમ ગણાય છે. તલ એક અગત્યનો તેલીબિયા પાક હોય ભારતમાં મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તલનું વાવેતર થાય છે. તલ ઉગાડનાર રાજયોમાં ગુજરાત મોખરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.