માર્કેટ યાર્ડમાં એક દિવસમાં ૧૪,૦૦૦ મણ ઘઉંની આવક

કોરોના મહામારી વચ્ચે લોકડાઉન-૪ માં જામનગર માર્કેટ યાર્ડમાં ૯૦ માંથી ૮૦ ખેડૂત આવતા ૧૪૦૦૦ મણ ઘઉંની આવક થઇ હતી. એરંડાની ૪૩૯૦, અજમાની ૫૪૯૨ અને મરચાની ૨૧૩ મણ આવક થઇ હતી. શનિવારે ધાણા, ધઉં, ચણા અને મગની હરાજી માટે ૪૫૫ ખેડૂતને બોલાવામાં આવ્યા છે.

જામનગર માર્કેટીંગ યાર્ડમાં શુક્રવારે એરંડાની હરાજીમાં ૧૦૦ માંથી ૪૫, ધઉંમાં ૯૦ માંથી ૮૦, અજમામાં તમામ ૯૦ અને મરચામાં ૩૦ માંથી ૧૫ ખેડૂત આવ્યા હતાં.

જેના કારણે એરંડાની ૪૩૯૦ મણ, ધઉંની ૧૪૦૦૦, અજમાની ૫૪૭૨ અને મરચાની ૨૧૩ મણ આવક થઇ હતી.

હરાજીમાં ૨૦ કીલો એરંડાના રૂ.૬૫૦ થી ૭૦૨, ધઉંના ૩૪૨ થી ૩૮૧, અજમાના ૧૮૦૦ થી ૨૯૦૦ અને મરચાના રૂ.૧૦૦૦ થી ૨૪૦૦ ઉપજયા હતાં. શનિવારે ધાણાની હરાજી માટે ૧૦૦, ધઉંમાં ૧૭૫, ચણામાં ૧૦૦ અને મગની હરાજી માટે ૮૦ ખેડૂતને બોલાવામાં આવ્યા છે.

Loading...