Abtak Media Google News

સેન્ટરમાં દાખલ થનાર દર્દીઓ માટે સમાજ દ્વારા નિ:શુલ્ક સુવિધા ઉપલબ્ધ કરાશે

વર્તમાન સંજોગોને ધ્યાનમાં લઇ કોરોનાની મહામારી માંથી ઉગરવા માટે ઉપલેટા કડવા પટેલ સમાજ ખાતે તાજેતરમાં ઉપલેટા શહેર અને ઉપલેટા તાલુકામાં વસતા કડવા પાટીદાર પરિવારને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવેલ વ્યક્તિ તેમજ કોરોનાના સંક્રમિત થયેલા વ્યક્તિઓ માટે ઘરથી દૂર તમામ પ્રકારની સારવાર મળે તે હેતુસર તેમજ પોતાના પરિવારના સભ્યોને સંક્રમણ ન લાગે તે હેતુસર કડવા પટેલ સમાજ ખાતે આપણા સમાજના આપણાં જ પરિવારના લોકો માટે અંદાજે ૨૫ બેડ ધરાવતા કોરોના સેલ્ફ આઇસોલેશોન સેન્ટર તાત્કાલિક તૈયાર કરી સમાજ માટે ખૂલ્લુ મૂકવામાં આવ્યું છે.

હાલના કોરોના મહામારી સમયમાં રાજકોટ જિલ્લા કલેકટર અને વહીવટી તંત્રે જિલ્લા આરોગ્ય અધિકારી રાજકોટ દ્વારા સ્પેશિયલ આપણા સમાજના લોકો માટે તેમજ ઉપલેટાના આપણા સમાજના ડોક્ટરોના સહયોગથી તેમજ કડવા પટેલ સમાજ, ઉમિયા પરિવાર સમિતિ અને કડવા પટેલ સોશિયલ ગ્રુપ અને મહિલા મંડળના સહયોગથી સોશ્યલ ડિસ્ટન્સ અને હવાઉજાસ તેમજ સ્વચ્છતાને ધ્યાને લઈને ખૂબ જ સુવિધાજનક સેન્ટર શરૂ કરેલ છે. આમાં આપણા સમાજના સંક્રમિત થયેલ ભાઈ-બહેનો, વડીલોને આઇસોલેશનમાં રાખવામાં આવશે.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કડવા પટેલ સમાજ પરિવાર માટે કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને કડવા પટેલ સમાજ ઉપલેટા ખાતે અલગ અલગ રૂમની વ્યવસ્થા વાળા સેલ્ફ આઇસોલેશન સેન્ટરમાં દાખલ કરવામાં આવશે. તેમજ સરકારી ગાઇડલાઈન મુજમ ૧- કોટેજ હોસ્પિટલ ઉપલેટા ૨- તાલુકા આરોગ્ય અધિકારી ઉપલેટા ૩- મેડિકલ ઓફિસર અર્બન હેલ્થ સેન્ટર ઉપલેટા દ્વારા રોજે રોજની તપાસ પણ કરશે. આપણા સમાજના પાટીદાર ડોક્ટરો (ઓન કોલ)પોતાની સેવા આપશે.  આ અગાઉ સમાજના સક્રિય કાર્યકરો તેમજ સોશિયલ ગ્રુપ ના સક્રિય સભ્યો તેમજ મહિલા મંડળ ના સભ્યો અને આપણા સમાજના ડોક્ટરો દ્વારા સુંદર સંકલન કરી, સરકારી હોસ્પિટલ ઉપલેટા તેમજ જિલ્લા આરોગ્ય તંત્ર તેમજ જિલ્લા વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના સહયોગથી ઓફિસીયલી મંજૂરી મેળવીને વિધિવત રીતે આ સેન્ટર શરૂ થનાર હોય તો ઉપલેટા શહેર અને તાલુકાના આપણા સમાજના (કોરોનાગ્રસ્ત) જરૂરીયાત મંદ તમામ લોકોને આ સેન્ટરનો સંજોગો વસાત લાભ લેવા માટે અનુરોધ છે. આ સેન્ટરમાં દાખલ થનાર માટે આ સમાજ દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધા નિશુલ્ક પણે મળી રહેશે.

જરૂરીયાત મંદ પરિવારના,(કોરોનાગ્રસ્ત) સંક્રમિત થયેલા ભાઈ બહેનો વડીલોને લાભ લેવા તથા વધુ માહિતી માટે પ્રવિણભાઈ કાલાવડીયા ૯૪૨૯૪ ૧૮૦૮૯. મનીષભાઈ કાલરીયા ૯૦૧૨૫ ૫૩૩૪૪, દીનેશભાઈ ખડિવાલા ૯૮૨૫૦ ૭૨૦૩૦, કડવા પટેલ સમાજન ફોન નં.૦૨૮૨૬૨૨૦૬૨૧ પર સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.