વોર્ડ નં.૧૦માં ડામર રી-કાર્પેટના કામનું અંજલીબેન રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત

વોર્ડ નં.૧૦ના ભાજપના જાગૃત કોર્પોરેટરો તથા સંગઠનની ટીમ દ્વારા વોર્ડમાં વિકાસ કાર્યોની વણઝાર અવિરત ચાલુ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ આફ્રિકા કોલોની ખાતે ડામર રી-કાર્પેટના કામનું ખાતમુહૂર્ત મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના હસ્તે કરાયું હતું. વોર્ડ નં.૧૦માં ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ આફ્રિકા કોલોની ખાતે ડામર રી-કાર્પેટના ખાતમુહૂર્ત પ્રસંગે શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અંજલીબેન રૂપાણી, મેયર બીનાબેન આચાર્ય, કોર્પોરેટર અશ્ર્વિનભાઈ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, વોર્ડ પ્રભારી માધવભાઈ દવે, વોર્ડ પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી હરેશભાઈ કાનાણી, પરેશભાઈ તન્ના, પૂર્વ કોર્પોરેટર પરેશભાઈ હુંબલ તથા સ્થાનિક ભાજપ અગ્રણી કિશોરભાઈ મોતીપરા, વિનુભાઈ બાબરીયા, અરવિંદભાઈ શાપરીયા, કિર્તીસિંહ જાડેજા, રાજુભાઈ ગાંધી તેમજ સ્થાનિક લતાવાસીઓ કલ્પેશભાઈ જોબનપુત્રા, ચેતનભાઈ વિઠલાણી, જીતેન્દ્રભાઈ મોતીપરા, દિલીપભાઈ ગોધાણી, પ્રવિણભાઈ વોરા, હસુભાઈ ચાવડા, હરેશભાઈ પરમાર, મનસુખભાઈ વી.મોતીપરા, ગીતાબેન વોરા, દિપાબેન વેકરીયા, આરતીબેન વોરા, જીજ્ઞાબેન ગાંધી, ભાવનાબેન અભાણી, મનીષાબેન પારેખ, હંસાબેન પંડયા, અનસુયાબેન માકડીયા, શોભનાબેન કોઠારી, ભારતીબેન પાઠક, મીનાબેન વાઢેર, મંજુબેન મહેતા, યાસ્મીનબેન ધાનાણી, સુશીલાબેન કકકડ, જાગૃતિબેન ડોડીયા, કિરણબેન સાંગાણી, હર્ષાબેન બગડાઈ, હંસાબેન કલ્યાણી, શ્રદ્ધાબેન કલ્યાણી, હીનાબેન ચંદારાણા, છાયાબેન મોતીપરા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.