Abtak Media Google News

શહેરમાં પ્રથમ વખત પ્લેટરેટ્સ મશીન અને દર્દીઓને ખસેડવા માટે ઈ-રીક્ષા કાર્યરત: મેયર, શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્ય સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

રાજકોટ સમગ્ર જિલ્લા અને સૌરાષ્ટ્રભરનાં દર્દીઓ માટે કેન્દ્રસ્થાન પર રાજકોટ પી.ડી.યુ. સીવીલ હોસ્પિટલ ખાતે દર્દીઓની સુવિધાઓ અને હાલ ડેંગ્યુની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઈલેકટ્રીક રીક્ષા અને એફેરેસીઝ મશીનનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતુ.

Img 20191017 Wa0024

દર્દીઓની સુવિધાઓ અને સારવાર માટે અધતન ટેકનોલોજી અને ડેંગ્યુના ફિવરમાં મહત્વનું કામ કરતા પ્લેટરેટસ માટે સૌથી ઉપયોગી મશીન એફેરેસીઝ અને દર્દીઓનાં સ્થળાંતર માટે ઈલેકટ્રીક રીક્ષા કાર્યરત કરવામાં આવી છે. આ તકે મેયર બીનાબેન આચાર્ય મહિલા ભાજપ અગ્રણી અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અબતક સાથેની વાતચીતમાં પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલના તબિબિ અધિક્ષક ડો. મનીષ મહેતાએ જણાવ્યું હતુ કે અત્રે સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓ અને સર્વન્ટને સ્ટ્રેચર ખેંચી દર્દીઓનું સ્થળાંતર કરવામાં આવતું જેના વિકલ્પ સ્વરૂપે હાલમાં બે ઈલેકટ્રીક રીક્ષા સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત કરવામાં આવી છે. તેનો પ્રાયોગિક ધોરણે ઉપયોગ કરવામાં આવશે. આવી અન્ય છ ઈ-રીક્ષા ટુંક સમયમાં આવવા પર છે.

Img 20191017 Wa0025

પેથોલોજી લેબમાં આજરોજ આશરે રૂ.૪૦ લાખની કિંમતનું એફટેસીઝ મશીનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. જે મશીન સિંગલ ડોનર પ્લેટરેટ માટે ઉપયોગ કરવામાં આવશે. જેમાં ડેંગ્યુ ફિવરનો જે રોગચાળો ફાટી નીકળેલો તો દર્દીઓને પ્લેટરેટસનું ઈન્ફયુઝન કરવાનું હોય તો તેના માટે એક જ ડોનરમાંથી પૂરેપૂરા પ્લેટરેટસ આપણે આપી શકીએ અને જે ડોનર છે. તેને પણ કોઈ પ્રકારનું સ્વાસ્થ્યમાં હાની પહોચતી નથી. બાકીનું લોહી ફિલ્ટર કરી તેને ફરીથી શરીરમાં મોકલી આપવામાં આવે છે. ઉપરાંત ૫૦૦૦થી ૭૦૦૦ પ્લેટરેટસ કણોમાં વધારો થતો હોય તેના બદલે આ મશીનની મદદથી ૪૦ થી ૫૦ હજાર કણોનો વધારો થતો હોય છે. એફેરેસીઝ મશિન અને ઇ-રિક્ષાના લોકાર્પણના કાર્યક્રમ નિમિત્તે મુખ્ય અતિથિ મહિલા અગ્રણી અંજલીબેન રૂપાણી, મેયર બિનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, મનીષભાઇ રાડિયા, કિશોરભાઇ રાઠોડ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠિયા, તબીબી અધિક્ષક અને મેડિકલ કોલેજના ડીન ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.