દુર્ગમ સરહદો ભારત અને ચીનને સમાધાન ઉપર લાવી શકતી નથી

૧૨મીએ સરહદે તણાવ મુદ્દે કમાન્ડર કક્ષાની ચર્ચા: અગાઉ છ મીટીંગો બાદ હવે સાતમો તબક્કો બંને દેશો વચ્ચેના વિવાદનો અંત લાવી શકશે?

ભારત અને ચીન વચ્ચે સરહદી વિવાદને ખાસ્સો સમયે વીતી ચૂકયો છે. બન્ને દેશોના સુરક્ષા દળો વચ્ચે અત્યાર સુધીમાં એકંદરે ૭થી વધુ વખત બેઠક યોજાઈ ચૂકી છે. આગામી ૧૨મીએ પણ બેઠક મળશે. જો કે, બન્ને દેશો વચ્ચેનો આ સીમા વિવાદ સરહદ ઉપર દુર્ગમ વિસ્તારોના કારણે ઉકેલાતો નથી તેવું નિષ્ણાંતોનું માનવું છે. આ સરહદે પર્વતો, ખીણ અને નદી-તળાવનું ભૌગોલીક સ્થાન એવું છે કે, બન્ને દેશોની સીમા માનવા તૈયાર નથી. ભારત ચીન દ્વારા થતી આડોડાઈનો વિરોધ કરી રહ્યું છે. આવા સમયે ભારતે એલએસી પર શસ્ત્ર સરંજામ ખડકી દીધા છે તેના પાછળ પણ અનેક કારણો જવાબદાર હોવાનું માનવામાં આવે છે. સરહદી વિસ્તારમાં સૈનિકો માટે ખાવાપીવાની તૈયારીઓ અને સુરક્ષાના સાધનો ખડકાઈ ચૂકયા છે, તંબુ તણાયા છે, આ વિસ્તારનું તાપમાન માઈનસ ૩૦ ડિગ્રી સુધી જતુ હોવાથી વિસ્તાર દુર્ગમ ગણવામાં આવે છે.

દરમિયાન ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા પૂર્વ લદ્દાખ વિવાદને લઈને ભારત અને ચીનની સેના વચ્ચે કમાન્ડર કક્ષાની વાતચીતનો સાતમો તબક્કો ૧૨મી ઓકટોબરે યોજાશે. જેમાં પૂર્વ લદ્દાખની સ્થિતિ અંગે દ્વિપક્ષીય ચર્ચા થશે. આ કવાયત બાદ તણાવ ઘટાડવાની દિશામાં વધુ આગળ વધવાનો આશાવાદ વ્યકત કરી આગામી શિયાળાના ચાર મહિનામાં આ ક્ષેત્રમાં વિષમ વાતાવરણને લઈને બન્ને પક્ષો ચિંતામાં છે.

સપ્ટેમ્બર ૨૧ના રોજ યોજાયેલા વાતચીતના અંતિમ ચરણમાં બન્ને પક્ષોએ લીધેલા કેટલાંક નિર્ણયોમાં વધુ સૈનિકો ન મોકલવા કોઈપણ મુદ્દે જલદ પગલા ન લેવામાં સંયમ રાખવાનું નક્કી કરાયું હતું. પાંચ મુદ્દાની સમજૂતી માટે વિદેશ મંત્રી એસ.જયશંકર અને ચીનના પ્રતિનિધિ વાંગ ઈ વચ્ચે નિર્ણય લેવાયો હતો તેમ સાંધાઈના પ્રતિનિધિએ મોસ્કોમાં જણાવ્યું હતું.

એલએસી પર પરિસ્થિતિ સુધરે તે માટેની દ્વિપક્ષીય ચર્ચા ડબલ્યુએમસીયુ અને ભારતીય ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. વિદેશ બાબતોના સચિવ નવિન શ્રીવાસ્તવ સપ્ટેમ્બર ૨૧ની ચર્ચામાં પ્રથમ વખત ભાગ લીધો હતો. સાતમાં તબક્કામાં હવે કમાન્ડર ભાગ લેશે. ભારતીય સેનાના લેફટર્નલ જનરલ હરિંદરસિંઘ તેમાં સામેલ થશે. જનરલ સિંઘના અનુગામી પી.જી. મેનન સાતમાં તબક્કાની ચર્ચામાં હાજરી આપશે.

બીજી તરફ જાપાન, ઓસ્ટ્રેલીયા અને અમેરિકાની સાથે ભારત પ્રશાંત મહાસાગરમાં ચીનની દખલગીરી મુદ્દે અવાજ ઉપાડશે. આ માટે ભારતની સાથે જાપાન, ઓસ્ટ્રેલીયા અને અમેરિકાના વિદેશ મંત્રીઓની બેઠક યોજાશે.

Loading...