વર્ષ ૨૦૧૯માં કેનેડિયન સરકારે ભારતના ૮૫,૦૦૦થી વધુ લોકોને પીઆર આપ્યા

54

ગત વર્ષની સરખામણીમાં ભારતીયોને પરમેનન્ટ રેસીડેન્ટ મળવાનો આંક ૩.૪ ટકા વધુ

વિશ્ર્વ આખામાં વસતા લોકો હાલ કેનેડામાં સ્થિર થવાનું વિચારતા હોય છે કારણકે કેનેડામાં પર્મનેટ રેસીડેન્ટ એટલે કે પીઆર માટેની જે પ્રક્રિયા જોવા મળી રહી છે તે અન્ય કરતા સરળ છે. આંકડાકિય માહિતી મુજબ દર ૪ માંથી ૧ ભારતીય વ્યકિતને કેનેડાના પીઆર મળવાપાત્ર હોય છે. ૨૦૧૯માં ૩.૪૧ લાખ લોકોએ કેનેડા માટેના પીઆર માટે એપ્લીકેશન આપી હતી જેમાંથી કુલ ૮૫,૫૮૫ ભારતીયોને કેનેડા માટેના પીઆર મળ્યા હતા ત્યારે એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે સતત બીજા વર્ષે પણ ૩ લાખ વધુ વિદેશી નાગરિકોને કેનેડામાં પર્મનેટ રેસીડેન્ટ આપવામાં આવ્યું છે. ૨૦૧૮ની સરખામણીમાં ૨૦૧૯માં ૬.૨ ટકાનો વધારો નોંધાયો છે કે જે ૨૦૧૭માં ૨.૮૬ લાખનો આંકડો સામે આવ્યો હતો. વિશેષજ્ઞોનું માનવું છે કે આ ચિલ્લો આવનારા વર્ષોમાં પણ ચાલુ રહેશે અને હાલ જે કેનેડીયન સરકાર દ્વારા ૩.૪૧ લાખ લોકોને જે પીઆર આપવામાં આવ્યા છે તેમાં વધારો કરી આવતા વર્ષે ૩.૫ લાખ લોકોને પીઆર આપવાનો નિર્ધાર કરાયો છે. પર્મનેટ રેસીડેન્ટ માટે નોંધણી કરતા દેશોની સરખામણીમાં અન્ય દેશો કરતા ભારત અવ્વલ ક્રમે છે જેમાં ૨૨.૩ ટકાનો વધારો જોવા મળ્યો છે કે જે ગત વર્ષે ૬૬ ટકા રહેવા પામ્યો હતો. કેનેડા ખાતે પીઆર લેનાર વ્યકિત માત્ર ભારતીય નાગરિક જ નહીં પરંતુ યુએસમાં એચવનબી વિઝા ધારક હોવાનું પણ સામે આવ્યું છે. ૨૦૧૮માં કેનેડિયન સરકારે ભારતના ૬૯,૯૮૦ લોકોને પીઆર આપ્યા હતા જે ગત વર્ષે એટલે કે ૨૦૧૯માં ૮૫,૫૮૫ ભારતીયોને પીઆર અપાયા હોવાનું પણ સામે આવ્યું છે. એવી જ રીતે ચાઈનાની વાત કરવામાં આવે તો ૨૦૧૮માં ૨૯,૭૧૦ તથા ૨૦૧૯માં ૩૦,૨૬૦ ચાઈનીઝ લોકોને પીઆર અપાયા છે. કેનેડામાં પીઆર લેવા માટે ભારત અને ચાઈના બાદ ફિલિપાઈન્સ દેશનો સમાવેશ કરવામાં આવે છે જેમાં ૨૦૧૮માં ૩૫,૦૫૦ લોકોને પીઆર એનાયત કરવામાં આવ્યા હતા. એવી જ રીતે ૨૦૧૯માં ૨૭,૮૧૫ ફિલિપાઈન્સ લોકોને કેનેડિયન પીઆર મળેલ છે.

Loading...