Abtak Media Google News

વોર્ડ-૧૮

આગામી ૫ વર્ષ પ્રાથમિક સુવિધાઓ જ વિકાસનો પાયો

પ્રમુખ બન્યા બાદ વોર્ડમાં અનેક વિકાસલક્ષી કામો કર્યા: સંજયસિંહ રાણા

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે વોર્ડ નંબર ૧ થી ૧૮ માં ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેડવારોને જીતાડવા એડી ચોંટી નું જોર લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી ની સામે કોંગ્રેસ પક્ષ મજબૂત ઉમેદવારો ઉતારવા માઈક્રો પ્લાન તૈયાર કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ દરેક વોર્ડમાં દરેક સોસાયટી દીઠ મતદાર યાદી તૈયાર કરી જીત હાસિલ કરવા પ્લાનિંગ ચાલી રહ્યું છે.ગત ચૂંટણીમાં વિકાસ ગાંડો થયા ના નારા સાથે કોંગ્રેસીઓએ પ્રચાર કર્યો હતો .પરંતુ લોકોએ ભાજપ પર પોતાનો ભરોસો અકબંધ રાખ્યો હતો. આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ તમામ વોર્ડમાં મતદારોને આકર્ષવા સજ્જ બની છે ત્યારે શહેરીજનો પણ પોતાના વોર્ડમાં છેલ્લા ૫ વર્ષ દરમ્યાન થયેલા કામો જોઈને જ મત આપવાનું વિચારી રહ્યા છે. શહેરીજનોની ભાવિ નગરસેવકો પાસે અનેક આશાઓ છે ત્યારે જોવુએ રહ્યું કે આવનારી મહાનગર પાલિકા ચૂંટણીમાં બાજી કોણ મારશે?

પ્રજાનો એક નારો વિકાસ એટલે રોડ-રસ્તા, પાણી અને સફાઈ

છેવાડાનો વિસ્તાર અને છેવાડાના લોકો વિકાસ ઝંખે છે

રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં આ વખતે ભારતીય જનતા પક્ષની સામે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકરોએ એડીચોટીનું જોર લગાવવાની તૈયારી કરી દીધી છે. વિકાસ કામો લોકો સમક્ષ લઈ જવામાં ભાજપ પણ જરાય ઉણું ઉતર્યું નથી. છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન રાજકોટમાં જે વિકાસ કામો થયા છે તે અંગે ભાજપ કોંગ્રેસના આગેવાનો તેમજ સામાન્ય લોકોનું શું માનવું છે તે જાણવાનો પ્રયાસ ‘અબતક’ની ટીમ દ્વારા થયો હતો.

ભાજપ શાસનમાં કોંગી નગરસેવકનું ઉણું ઉતરવું તે ભાજપ માટે ઉજળી તક

જેમાં ભારતીય જનતા પક્ષ તથા કોંગ્રેસના આગેવાનોએ વિકાસ કાર્યો અંગે પોતાના મત વ્યકત કર્યા હતા. બીજી તરફ સામાન્ય લોકોએ પણ ચાલુ વર્ષે ચુંટણીમાં વિકાસ કાર્યોની વાસ્તવિક અંગે સમજી પારખી ને જ પોતાનો અમૂલ્ય મત આપવાનો નિર્ધાર કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

લોકોને નેગેટિવિટીના ચશ્મા “વિકાસ માટે પડકાર

નગર સેવકો વીઆઈપી કલ્ચરમાં, પ્રજા સંપર્ક વિહોણી

શહેરના વિકાસ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. આગામી પાંચ વર્ષમાં રાજકોટ વિકાસની હરણફાળ ભરશે તેવી રાજકોટવાસીઓને અપેક્ષા છે. આવી સ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિકાસનો પ્રશ્ન સ્માર્ટ બની જશે. ઘણો વિકાસ થયો છે, છત્તા શહેર સ્માર્ટ વિકાસને જંખે છે. નગરસેવકો કર્મનિષ્ઠા ઉપર સઘળો આધાર છે. પ્રજા પણ એવા નગરસેવકને ઈચ્છે છે જેને પાયાના પ્રશ્નો ઉકેલવામાં રસ હોય, આગામી પાંચ વર્ષ વિકાસની પરિભાષા સામાન્ય લોકો નક્કી કરશે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અથવા તો અન્ય ગમે તે પક્ષને આ પરિભાષાને માન્ય રાખી તેના મુજબ કામ કરવું પડશે.

અબતક સાથેની વાતચીત દરમિયાન વોર્ડ નં.૧૮ ના ભાજપ પ્રમુખ સંજયસિંહ રાણાએ જણાવ્યું હતું કે, અમારા વોર્ડમાં કોંગ્રેસનું શાસન છે. પરંતુ એક પણ લોકહીતના કામો થયા હોય તેવું જોવા મળ્યું નથી, હું પ્રમુખ બન્યા બાદ સ્ટેન્ડીંગમાં જે કામ પેન્ડીંગ પડયા હતા. તે પૂર્ણ કર્યા છે. જેમાં ૪૭થી વધુ સોસાયટીમાં મેટલીંગ કરાવી છે. મેટલીંગ સાથે પેવર બ્લોક પણ નાખવામાં આવ્યાં છે. અમે લોકોની વચ્ચે જઇ તેમની સમસ્યાઓ સાંભળી તેમની સમસ્યા પ્રશ્ર્નોના નિરાકરણ લાવવાના પ્રયાસો કરીએ છીએ, અમારા વોર્ડના ચાર કોંગી કોર્પોરેટરોને એકબીજા સાથે ભળતું નથી. આગામી સ્થાનીક સ્વરાજયની ચુંટણી આવી રહી છે. જો ભાજપનો વિજય થશે તો અમે અમારા વોર્ડમાં આરોગ્યની સુખાકારી માટે હોસ્પિટલ જોઇએ સહીતના ઘણા કામો પેન્ડીંગ પડયાં છે. તે પૂર્ણ કરીશું અમારા વોર્ડના લોકો કોંગ્રેસથી કંટાળી ગયા હોય તેવું લાગી રહ્યું છે.

અમારા વોર્ડમાં હજુ વધુ વિકાસો થાય તેવી અપેક્ષા: રહેવાસી

અબતક સાથેની વાતચીત દરમિયાન વોર્ડ નં. ૧૮ ના સ્થાનીક રહેવાસીઓનું કહેવું છે કે અમારો વિસ્તાર શહેરના છેવાડે આવે છે અમને પહેલા પાણી, ગટર, રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઇનની કોઇ સુવિધા મળતી ન હતી. આજે અમારે ત્યાં સારા રોડ રસ્તા, પાણીના સંપ નખાવી આપવામા આવ્યાં હોવાથી પુરતું પીવાનું પાણી મળે છે.  દરેક વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ છે અમારા કોર્પોરેટર વિસ્તારની સમયાંતર મુલાકાત લે છે અને અમારા પ્રશ્ર્નોને સાંભળે અને નિરાકરણ લાવે? રાજકોટ સ્માર્ટ સીટી બની રહ્યું છે વિકાસ પણ થઇ રહ્યો છે અમે આગામી સમયમાં આવા જ કોર્પોરેટરને ચુંટવા ઇચ્છીએ છીએ. જે અમારા માટે અમારી સારી રહી કામો કરે.

લોકો એવા જ કોર્પોરેટરને ચૂંટે જે તેમને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડે: નિર્મળ મારૂ

અબતક સાથેની વાતચીત દરમિયાન વોર્ડ નં.૧૮ કોંગી કોર્પોરેટર નિર્મળ મારૂએ જણાવ્યું હતું કે, જયારથી કોઠારીયા રાજકોટ મનપામાં ભળ્યું ત્યારે કોઠારીયાનો કોઇ વિકાસ હતો જ નહીં અમે છેલ્લા પાંચ વર્ષમાં પાણીના સંપ બનાવડાવ્યા, ડી.આઇ. પાઇપ લાઇન નાખી છે. લોકોની વચ્ચે જઇએ છીએ, તેમને શું સમસ્યાના પ્રશ્ર્નો છે.  ઘણી વખત પાણી ન આવતું હોય ખરાબ પાણી આવતું હોય તેવા પ્રશ્ર્નો ઉદભવતા હોય તો અમે તેની રજુઆત સાંભળી કામગીરી કરાવીએ છીએ, દરેક વિસ્તારના લોકો તેમના કોર્પોરેટર પાસે પ્રાથમિક સુખાકારી પૂરી મળી રહે તેવી અપેક્ષાઓ રાખતા હોય છે. જે અમે પુરી કરીએ છીએ તેથી વોર્ડ નં.૧૮ ની જનતાને અમારા પર પૂર્ણ ભરોસો છે કે અમને જ ચૂંટશે અને અમે લોકહીતના કામો વિકાસનો કામો કરીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.