વોર્ડ નં.૧૮માં એલ.ઇ.ડી. સ્ટ્રીટ લાઇટનું લોકાર્પણ

44

વોર્ડ નં.૧૮ માં આવેલ સ્વાતિ પાર્ક મેઇન રોડ ખાતે સેન્ટર એલઇડી સ્ટ્રીટ લાઇટ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા હસ્તે પ્રારંભ કરાયેલ.

આખા જાહેર માર્ગ અંતે ઝળહળતો થયેલ. આ પ્રસંગે ડે.મેયર અશ્ર્વિનભાઇ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી ઉ૫સ્થિતિમાં સ્વાતિ પાર્ક મેઇન રોડને ઝળહળતો કરેલ, એલઇડી લાઇટ સ્વાતિ પાર્ક મેઇન રોડથી સાઇબાબા સર્કલ સુધી ફીટ કરવામાં આવેલ હતી. અંદાજીત લંબાઇ ૧.૪  કી.મી. અને કુલ ૫૮ પોલ ફીટ કરવામાં આવેલ છે. આ એલઇડી સ્ટ્રીટ લાઇનની સંખ્યા કુલ ૧૧૬ નંગ ફીટ કરવામાં આવેલ. જેનો અંદાજીત ખર્ચ રૂ ૨૦ લાખનો થયેલ આ એલઇડી સ્ટ્રીટ લાઇટની મરામત નીભાવ પાંચ વર્ષ માટેનો પ્રોજેકટ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમને સમગ્ર વ્યવસ્થા લાઇટીંગ  કમીટી ચેરમેન મુકેશભાઇ રાદડીગયા હસ્તે થયેલ હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ વોડ નં. ૧૮ રાજુભાઇ માલધારી, મહામંત્રી દિનેશભાઇ લીંબાસીયા, મહામંત્રી સંજયસિંહ રાણા શહેર ભાજપ કારોબારી સભ્ય શૈલેષભાઇ પરસાણા, શૈલેષભાઇ બુસા, એલીરભાઇ રાઠોડ, વિગેરે તથા બહોળી સંખ્યામાં લત્તાવાસીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.

Loading...