Abtak Media Google News

તારીખ પે તારીખ

ક્રિમીનલ કેસમાં ધીમી સુનાવણી મામલે નીચલી અદાલતોની ઝાટકણી કાઢતી હાઈકોર્ટ

અદાલતોમાં પેન્ડીંગ કેસોની સંખ્યા વધતી જાય છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે નીચલી અદાલતોને ક્રિમીનલ કેસોની ઝડપી સુનાવણી કરવા ચેતવણી આપી છે. જે અદાલતોમાં ક્રિમીનલ કેસોનો નિકાલ ઝડપી નહીં થાય તેના પર ખાતાકીય કાર્યવાહી કરવાની તાકીદ પણ થઈ છે.

ન્યાયમૂર્તિ જે.બી.પારડીવાલાએ આ મામલે દુ:ખ વ્યકત કર્યું છે. સુનાવણી માટે આરોપીઓને સમય મળી જાય છે અને જામીન પણ મેળવી લેવામાં આવે છે. જેનાથી બંધારણની કલમ ૨૧નું સ્પષ્ટ ઉલ્લંઘન તું હોય છે. આ કલમ આરોપીને ઝડપી કાર્યવાહીની બાંહેધરી આપે છે. કોર્ટે નોંધ્યું છે કે, નિયમીતપણે સીઆરપીસીની કલમ ૩૦૯ તા સુપ્રીમ કોર્ટના ઝડપી ટ્રાયલના આદેશનો ભંગ થાય છે.

હાઈકોર્ટના ૨૦૦૧ના પરિપત્ર મુજબ અદાલતોમાં ઝડપી ટ્રાયલ કરવી ફરજીયાત છે. અલબત તમામ ટ્રાયલ કોર્ટમાં આ પરિપત્રને અનુસરવામાં આવતો ન હોવાનું જસ્ટીસ પારડીવાલાએ નોંધ્યું છે.

જસ્ટીસ પારડીવાલાએ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને વિભાગીય પગલા મામલે નવા પરિપત્ર જાહેર કરવાની સુચના આપી છે. આ કેસ ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ ચાન્સેલર પરિમલ ત્રિવેદીનો છે.

૨૦૦૮માં તેમના સામે લેકચરર પંકજ શ્રીમાળીએ એટ્રોસીટીની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ઝડપી સુનાવણી થીય તેવી માંગણી પરિમલ ત્રિવેદીએ કરી હતી. તેમણે દલીલ કરી હતી કે, પ્રોસીકયુશને છ વર્ષમાં માત્ર છ સાક્ષીઓને એકઝામીંગ કર્યા છે. એકમાત્ર સાક્ષી પ્રદીપ પ્રજાપતિની જુબાની પણ ત્રણ વર્ષી પૂર્ણ થઈ નીથી. પ્રજાપતિ ૧૬ વખત ગેરહાજર રહ્યાં છે. પરિણામે ટ્રાયલમાં વિલંબ થયો છે અને પરિમલ ત્રિવેદીનું જીવન અને કારકિર્દી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.