Abtak Media Google News

બીભત્સ ચેનચાળા કરતા શખ્સોને ટપારતા પાઈપ વડે તૂટી પડયા

વેરાવળ તાલુકાના નાવદ્રા ગામમાં ત્રણ શખ્સોએ મહિલાને બીભત્સ ચેનચાળા કરતા મહિલાએ ટપારતા ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સોએ જ્ઞાતી પ્રત્યે હડધૂત કરી માતા પુત્ર પર પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા બંનેને સારવાર અર્થે ખસેડવામા આવ્યા છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વેરાવળના નાવદ્રામાં રહેતા પ્રેમીબેન હરેશભાઈ સોલંકી ઉ.૩૫ અને તેના પુત્ર મયુર સોલંકી ઉ.૧૫ ને નિલદીપ ધના કારડીયા, હેમત દાના કારડીયા અને તેના પિતા દાના કારડીયાએ પાઈપ વતી મારમાર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા માતા પુત્રને સારવાર માટે અહીની સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસની પ્રાથમિક પૂછતાછમાં પ્રેમીબેન સોલંકી પોતાના ગામમાં શાકભાજી લેવા જતા હતા ત્યારે ત્રણેય શખ્સોએ બીભત્સ ચેન ચાળા કરતા પ્રેમીબેને ત્રણેયને યપાર્યા હતા. ઉશ્કેરાયેલા શખ્સોએ માતા પુત્રને જ્ઞાતીપ્રત્યે હડધૂત કરી પાઈપ વડે હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ આદરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.