વેરાવળમાં ત્રણ શખ્સો ૩૦૦ કિલો ગૌ માંસ સાથે ઝડપાયા

ભૂજના માધાપર પાસેથી ૭૦ કિલો ગૌ માંસ પકડાયું

ગૌવંશના સરક્ષણ માટે સરકાર દ્વારા કડક કાયદો બનાવવામાં આવ્યો હોવા છતાં છાના ખૂણે ગૌવંશની કતલ થતી હોય તેમ વેરાવળ અને ભૂજ નજીક માધાપર પાસેથી ગૌ માસનો જંગી જથ્થો પકડાયો છે. પોલીસે વોચ ગોઠવી વેરાવળના ત્રણ શખ્સોને ૩૦૦ કિલો ગૌ માસ સાથે અને માધાપરમાં ૭૦ કિલો ગૌ માસ સાથે પોલીસે ઝડપી લીધુ છે.

વેરાવળની સોમનાથ ટોકિઝ નજીક ગરીબ નવાઝ કોલોનીમાં રહેતો ઇબ્રાહીમ કેશરીયા નામના શખ્સે પોતાના ઘરે ગૌ વંશની હત્યા કરી ગૌ માસનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે વેરાવળ પોલીસે દરોડો પાડી રૂા.૪૫ હજારની કિંમતનું ૩૦૦ કિલો ગૌ માસ સાથે ધરપકડ કરી પૂછપરછ કરતા તેની સાથે ગૌવંશની હત્યા કરવામાં બહારકોટ વિસ્તારના જીબ્રાન અહમંદ પંજા અને અલફાઝ અહમદ સુમરા નામના શખ્સો સંડોવાયા હોવાની કબુલાત આપતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે.જયારે પશ્ર્ચિમ કચ્છના ભૂજ નજીક આવેલા માધાપર ગામની વી.આર.પી. બ્લોક વર્કસવાળી શેરીમાં ગૌ માસનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડયો હતો. પોલીસને જોઇ રૂા.૩૫૦૦ની કિંમતનું ૭૦ કિલો ગૌ માસ મુકી જી.જે.૧૨ડીબી. ૧૭૬૬ નંબરનું બાઇક મુકી કસાઇ ભાગી જતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે.

રાયસંગપર ગામે ફરી એક વખત ગૌવંશ પર હીચકારો હુમલો

હળવદ તાલુકામાં છેલ્લા ઘણા સમય થી ગૌવંશો પર સતત હીંચકારા હુમલાઓ થઈ રહ્યા છે ત્યારે આજે ફરી એક વખત હળવદ તાલુકા ના રાયસંગપર પર ગામે નંદી પર હીંચકારો હુમલો થયો છે આ ઘટના ની જાણ સ્થાનિક જીવદયા પ્રેમી દ્વારા હળવદ શ્રી રામ ગૌશાળા ના સંચાલકો ને જાણ કરાતા ગૌ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે રવાના થઈ ગયેલ છે અને હળવદ પોલીસ સ્ટેશન ના પી.આઈ ને જાણ કરાતા હળવદ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે જવા રવાના થયેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા માથક ગામ માં ગૌવંશ પર ઉમલો કરનાર વિરુદ્ધ કડક માં કડક પાસા હેઠળ કાર્યવાહી કરી હોય તેમ છતાં અસામાજિક તત્વો નિર્દયતા પૂર્વક હુમલાઓ કરી રહ્યા છે ત્યારે આ ઘટના ના આરોપીઓ ને પકડી પાડી તંત્ર ઘટતી કાર્યવાહી કરે તેવી જીવદયા પ્રેમીઓ ની લાગણી અને માંગણી છે

ગૌવંશ પર હુમલા કરનાર  બે આરોપીની પાસા હેઠળ ધરપકડ

હળવદ પંથક છેલ્લા કેટલાક સમયથી ગૌવંશ ઉપર વારંવાર ઘાતકી હુમલાથી ઘણઘણી ઉઠ્યું હતું. છેલ્લા થોડા સમયમાં હળવદ પંથકમાં ૨૨ થી વધુ ગોવંશ ઉપર ઘાતકી હુમલાઓ થતા લોકોમાં પ્રચંડ આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો.ત્યારે લોકોના રોષને પગલે ગૌવંશ ઉપર હુમલા કરનારને સબક મળે તે માટે મોરબી જિલ્લા પોલીસે આગાઉ પકડાયેલા બે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી હતી અને બન્ને આરોપીઓની પાસા હેઠળ ધરપકડ કરીને કાયદાનું ભાન કરાવ્યું હતું.

જેમાં એક આરોપી રાજુ ભીમલાભાઈ નાયકને સુરત લાજપોર જેલમાં તેમજ બીજા આરોપી બકા રૂપાભાઈ નાયકને અમદાવાદ મધ્યસ્થ જેલમાં ધકેલી દેવાયો હતો.

ગૌવંશ પર હુમલા કરનાર પર હળવદ પોલીસ દ્વારા જે અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે જેની લોકો બે મોઢે પ્રશંસા કરી રહ્યા છે

Loading...