વેરાવળ તાલુકામાં રૂ. ૧૫.૨૫ કરોડનાં રોડના કામો મંજૂર

ધારાસભ્ય વિમલ ચુડાસમાની રજૂઆત સફળ નીવડી: નવા ૧૬ રોડ બનવાથી લોકોની હાલાકી દુર થશે

૯૦-સોમનાથના યુવા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા વેરાવળ તાલુકાનાં નોનપ્લાન ના રસ્તાઓ ની લેખિત તેમજ મૌખિત રજૂઆત ગુજરાત સરકાર ના માર્ગ અને મકાન વિભાગમાં કરવામાં આવેલ હતી જેને સફળતા મળતા રૂપિયા, ૧૫ કરોડ ૨૫ લાખ મંજૂર કરવામાં આવેલ છે, તેમાં (૧) આંબલીયાળા-ગોવિંદપરા ડામર રોડ ૨.૧૦ કિલોમીટર રૂ, ૭૪ લાખ (૨) ભાલકા ટુ તાલાળા હાઇવે ડામર રોડ ૩.૦૦ કિલોમીટર રૂ, ૧કરોડ ૫ લાખ (૩) ભાલકા-ગોવિંદપરા ડામર રોડ ૩.૦૦ કિલોમીટર રૂ, ૧ કરોડ ૫ લાખ (૪) કાજલી – બાદલપરા સી,સી,રોડ નાળા પુલિયા પ્રોટેકશન વોલ સાથે રોડ ૨.૧૦ કિલોમીટર રૂ,૧ કરોડ ૫ લાખ (૫) સુત્રાપાડા ફાટક ટુ મેધપુર ડામર રોડ ૧.૩૦ કિલોમીટર રૂ, ૪૬ લાખ (૬) એન,એચ,ટુ,છાત્રોડા ડાભોર ડામર સી,સી, માટી કામ,પ્રોટેકશન વોલ તથા નાળા પુલિયા સાથે ૩.૬૦ કિલોમીટર રૂ, ૨કરોડ ૨૬ લાખ (૭) તાતીવેલા થી ઈણાજ ઊંબા રોડ વાયા ધાન્યાવાવ ડામર સી,સી, તથા નાળા પુલિયા સાથે ૪.૦૦ કિલોમીટર રૂ,૧ કરોડ ૮૦ લાખ (૮) સિડોકર થી સુપાસી નવાપરા રોડને જોડતો રસ્તો ડામર સી,સી, તથા નાળા પુલિયા સાથે ૨.૫૦ કિલોમીટર રૂ, ૧ કરોડ ૧૮ લાખ (૯) સુપાસી સિમશાળા થી કિદરવા ગામને જોડતો રોડ ડામર સી,સી, તથા નાળા પુલિયા સાથે ૪.૦૦ કિલોમીટર રૂ, ૧ કરોડ ૭૫ લાખ (૧૦) તાતીવેલા એપ્રોચ રોડ ડામર તથા માટીકામ સાથે ૨.૦૦ કિલોમીટર રૂ, ૩૪ લાખ

(૧૧) છાત્રોડા-ડારી-નવાપરા- આદ્રી-વડોદરા (ડો,) રોડ ડામર તથા માટીકામ ૯.૧૦ કિલોમીટર રૂ, ૧ કરોડ ૭૦ લાખ (૧૨) કાજલી એપ્રોચ રોડ ડામર તથા માટીકામ ૧.૦૦ કિલોમીટર રૂ, ૧૭ લાખ (૧૩) બાયપાસ ટુ ભવાની સોસાયટી રોડ ડામર તથા માટી કામ ૧.૫૦ કિલોમીટર રૂ, ૨૫ લાખ (૧૪) ભેટાળીલું ભામાથાસૂરિયા કોડીદ્રા રોડ ડામર તથા માટીકામ ૪.૦૦ કિલોમીટર રૂ,૬૯ લાખ (૧૫) કોડીદ્રા એપ્રોચ રોડ ડામર તથા માટીકામ ૧.૫૦ કિલોમીટર રૂ, ૨૫લાખ ૫૦ હજાર (૧૬) કોડીદ્રા-ગુણવંતપુર-માથાસૂરિયા રોડ ડામર તથા માટીકામ ૩.૦૦ કિલોમીટર રૂ, ૫૧ લાખ સાથે મંજૂર કરાવેલ છે, તેથી ખેડૂતો અને પ્રજાજનો ને ઉબડ ખાબડ રોડ રસ્તાઓ થી પરેશાન થતાં હતા જેથી પ્રજાજનોની સમસ્યાઓ ને ધ્યાને લઈ ૯૦-સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા રોડ રસ્તાઓની કાયમી સમસ્યાનો ઉકેલ લાવેલ છે, જે આ તમામ રોડ રસ્તાઓ ટૂક સમયમાં શરૂ કરવામાં આવશે, તેવું એક અખબારી યાદી દ્વારા જણાવવામાં આવે છે.

Loading...