રાજ્યના ૧૫૯ તાલુકાઓમાં મેઘમલ્હાર હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી

183

સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાથી લઈ ૨ ઈંચ સુધી વરસાદ: આજે અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ અને ભાવનગરમાં ભારે વરસાદની શકયતા

અરબી સમુદ્રમાં લો-પ્રેસર સર્જાયું છે જેની અસરના કારણે છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૫૯ તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઈ ૪ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. આ લો-પ્રેસર આગામી કલાકોમાં ડિપ્રેશનમાં પરિવર્તન થાય તેવી સંભાવના હોય. આગામી બે દિવસ હજુ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાથી લઈ ૨ ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો. ગોંડલમાં ૨ ઈંચ વરસાદ તાં ભાદર ડેમમાં ૦.૩૦ ફૂટ પાણીની આવક તા હવે ભાદર ડેમ ઓવરફલો વામાં માત્ર ૦.૪૦ ફૂટ જ બાકી રહ્યો છે. રાજકોટમાં પણ ગઈકાલે એક કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ વરસી જતાં શહેરમાં છેલ્લા ૭૦ વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ ૫૭ ઈંચ વરસાદ પડયાનો રેકોર્ડ બન્યો છે. આજે સવારી રાજ્યના ૩ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યાંના અહેવાલો મળી રહ્યાં છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશનના જણાવ્યાનુસાર છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૮ જિલ્લાના ૧૫૯ તાલુકાઓમાં વરસાદ પડયો છે. સૌથી વધુ વરસાદ છોટાઉધેપુરના નસવાડીમાં ૪ ઈંચી વધુ પડયો છે. આજ સુધીમાં રાજ્યમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં ૧૨૪.૫૦ ટકા વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રમાં પણ ગઈકાલે હળવા ઝાપટાથી લઈ ૨ ઈંચ સુધી વરસાદ પડયો હતો. ગોંડલમાં ૨ ઈંચ, કેશોદ, માળીયા હાટીના, મેંદરડામાં ૧॥ ઈંચ, થાનગઢ, ધોરાજી કોટડા સાંગાણી રાજકોટ, જૂનાગઢ, માણાવદર, માંગરોળ, વંલી, ગીર-ગઢડા, વેરાવળ, બાબરા, બગસરા, વડીયામાં ૧ ઈંચ વરસાદ પડયો હતો. જયારે ચોટીલા, જેતપુર, લોધીકા, ઉપલેટા, તાલાલા, રાજુલા, જાફરાબાદ, ખાંભા, ધારી, પાલીતાણામાં ॥ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

અરબી સમુદ્રમાં સર્જાયેલ લો-પ્રેસર આગામી ૨૪ કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તીત થાય તેવી સંભાવના હોય જેની અસર તળે આજે અમરેલી, ગીર-સોમનાથમાં અતિ ભારે, જૂનાગઢ, ભાવનગર અને દિવમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. નવસારી, વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં પણ આજે ભારે વરસાદ વરસી શકે છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ થતા સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સોમવારી વાતાવરણ કલીયર થઈ જશે.

સૌરાષ્ટ્રમાં ગઈકાલે પડેલા હળવા ઝાપટાથી લઈ બે ઈંચ વરસાદના કારણે ભાદર ડેમમાં નવું ૦.૩૦ ફૂટ નવા પાણીની આવક થવા પામી છે. ૩૪ ફૂટે ઓવરફલો થતાં ભાદરની સપાટી હાલ ૩૩.૬૦ ફૂટે પહોંચી જવા પામી છે અને ડેમ ઓવરફલો વામાં માત્ર ૦.૪૦ ફૂટ જ બાકી રહ્યો છે. હાલ પ્રતિ સેક્ધડ ૧૬૩૨ ક્યુસેક પાણીની આવક છે. ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવા પડે તેવી સંભાવના હોય. હેઠવાસના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. ગઈકાલે રાજકોટમાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૨૧ મીમી, ઈસ્ટ ઝોનમાં ૧૫ મીમી અને વેસ્ટ ઝોનમાં ૨૨ મીમી વરસાદ પડયો હતો.

Loading...