Abtak Media Google News

વિરપુરના અતિ જર્જરિત જલારામ વિઘાલયમાં ભયના ઓથારે અભ્યાસક્રમ શરૂ

સમાર કામ અંગે વારંવાર રજુઆત છતાં તંત્ર બેદરકાર

કોરોના મહામારીને લઈને દસ માસ સુધી બંધ કરાયેલી વીરપુર ગામની અતિ જર્જરીત થઈ ગયેલ શ્રી જલારામજી વિદ્યાલયના  ઇમારતમાં અકસ્માત થવાની સંભાવના ડર વચ્ચે અભ્યાસ શરુ કરવામાં આવ્યો હતો.

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને લઈને શાળા,સ્કુલ, કોલેજો બંધ કરવામાં આવ્યા હતા જેમાં દસ માસ સુધી બંધ રહેલા શાળાઓ, સ્કુલ, કોલેજો માં   દસ મહિના બાદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરમાં આજથી ધોરણ દસ,બાર અને કોલેજ નો અભ્યાસ શરુ  કરવામાં આવ્યો છે ત્યારે વીરપુર જલારામ ગામે આવેલ શ્રી જલારામજી વિદ્યાલયમાં આજથી ધોરણ દસના વિદ્યાર્થીઓને સરકારી ગાઈડ લાઈન મુજબ પ્રવેશ આપવામાં આવ્યો જેમાં સ્કૂલ સેનેટાઇઝ કરી વિદ્યાર્થીઓને મોઢે માસ્ક તેમજ સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કરીને વિધાર્થીઓને સ્કેનિંગ ગનથી સ્કીનિંગ કરીને અભ્યાસ શરુ કર્યો હતો પરંતુ આ જલારામજી વિદ્યાલય ઘણા સમયથી જર્જરીત થઈ ગયેલ છે

શાળાના વર્ગખંડની છતમાંથી અનેકવાર ચાલુ વર્ગે મોટા મોટા પોપડા પડ્યા છે સદનસીબે હજુ સુધી કોઈ વિદ્યાર્થીને ઈજા પહોંચી નથી જેથી શાળાના આચાર્ય દ્વારા સાવચેતીના પગલારૂપે આવા વર્ગોમાં તાળા મારી દેવામાં આવ્યા છે શાળામાં ધોરણ નવ અને ધોરણ દસ સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે એટલે ઓછામાં ઓછા એક ધોરણના બે વર્ગો તો જોઈએ જ એટલે દસ વર્ગખંડો અભ્યાસ માટે બે વર્ગ ખંડો કોમ્પ્યુટર ક્લાસ માટે અને એક લાયબ્રેરી માટે જેની સામે શાળાની કમનસીબી એ છે કે હવે માત્ર એક જ વર્ગ ખંડ જ બેસવા લાયક રહ્યો છે તેમાં પણ શાળા ઇમારત પડવાના ભય હેઠળ ભણવાનું એટલે કે સરકાર ભાર વગરનું ભણતરના બંણગા ફૂંકે છે પરંતુ ખરી વાસ્તવિકતા એ છે કે અહીં તો ભય હેઠળ ભણતર ચાલે છે.

આ જલારામજી વિદ્યાલયને રીપેરીંગની સરપંચથી મુખ્યમંત્રી સુધી શાળાના આચાર્ય વીડી નૈયાએ તેમજ અવારનવાર વિરપુરના સરપંચે પણ સરકારને લેખિત રજૂઆત કરી છે પરંતુ તેઓને રીપેરીંગના ઠાલા આશ્વાસનો જ મળ્યા છે જો ભવિષ્યમાં અન્ય ધોરણના વર્ગો ચાલુ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને ના છૂટકે સ્કૂલના ખુલ્લા મેદાનમાંમાં બેસીને અભ્યાસ કરવો પડે તેવી સ્થિતિ સર્જાશે માટે યાત્રાધામ વિરપુરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સરપંચ પણ આ શાળાને સરકાર દ્વારા ફરીથી નવી બનાવી આપે તેવી માંગ કરી રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.