Abtak Media Google News

રાજકીય સ્થિરતા, રાષ્ટ્રીય સલામતી અને વિકાસ માટે નરેન્દ્રભાઈ મોદીને પૂન: વડાપ્રધાન બનાવીએ: વિજયભાઈ રૂપાણી

રાજકોટ ખાતે ભારતીય જનતા પાર્ટી આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં મુખ્યમંત્રીનું ઉદબોધન

અમૃત પાર્ટી પ્લોટમાં ભારતીય જનતા પાર્ટી આયોજિત પ્રબુધ્ધ નાગરિક સંમેલનમાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ જણાવ્યું હતું કે આ વખતની દેશની લોકસભાની ચૂંટણી અને વિચારોને લઈને ચાલી છે સંક્રાંતિ કાળે આ ચૂંટણી છે ત્યારે રાષ્ટ્રના હિત અને વિકાસ માટે આપણી ફરજ છે કે, નરેન્દ્ર મોદીને ફરીને દેશના વડાપ્રધાન બનાવી એ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ પાંચ વર્ષમાં ગરીબોના ઉત્કર્ષ માટે આયુષ્માન યોજના, જન ધન યોજના,ઉજાલા યોજના જેવી યોજનાઓ નો અમલ કર્યો તો વૃદ્ધો માટે અટલ પેન્શન યોજના સૈનિકો માટે વન રેન્ક વન પેન્શન યોજના અમલમાં મૂકી તો ૨૦૨૨ સુધીમાં દરેક ને ઘર મળે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના,રોજગારી માટે સ્વરોજગાર યોજના, સ્વચ્છ ભારત યોજના અંતર્ગત શૌચાલયનું નિર્માણ વગેરે  યોજનાથી આજે રાષ્ટ્ર તેજ ગતિથી આગળ વધી રહ્યું છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્યું કે નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રીના સમયગાળામાં વિકાસની રાજનીતિ પ્રસ્થાપિત કરી અને સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને લઇને ચાલ્યા અને આજે ગુજરાત ભારતમાં રોલ મોડલ તરીકે ઓળખાય છે. નરેન્દ્રભાઈ વડાપ્રધાન  બન્યા પછી મારે ક્યારેય દિલ્હી જવું પડયું નથી અને નરેન્દ્રભાઈએ ગુજરાતને વિકાસની અનેક ભેટ આપી છે જેમાં રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ, નેશનલ હાઈવે રાજકોટથી અમદાવાદ સુધી સિકસ લાઈન બનાવો વગેરે જેવા કાર્યોથી રાજકોટનો વિકાસ ઝડપી બન્યો છે આજે ગુજરાત દેશમાં અગ્રસ્થાને છે.

Img 20190414 Wa0020

નરેન્દ્રભાઈ પાંચ વર્ષમાં ઈમાનદારી અને પ્રમાણિકતાથી કામ કર્યું છે. ભ્રષ્ટાચારની બદબુ  આવતી બંધ થઈ ગઈ છે અને વચેટીયાઓની દુકાન બંધ કરવામાં ચોકીદાર સફળ રહ્યા છે. નરેન્દ્રભાઈ ઈમાનદાર, સશક્ત અને પરિશ્રમી છે તેમના શરીરનું કણ કણ દેશને સમર્પિત છે ત્યારે કોંગ્રેસ પાર્ટી પરિવારવાદ છે અને ૭૦ વર્ષથી એક જ પરિવારના સભ્યો દ્વારા ચાલતી ભ્રષ્ટ પાર્ટી છે હાલના સમયમાં કોંગ્રેસ અને તેના સાથી પક્ષો માત્ર મોદી હટાવવાની જ વાત કરેશે તેમની પાસે દેશના હિત માટે કોઈ યોજના નથી અને ભૂતકાળમાં લોકોને ખોટા વચનો આપી લોકોને ભ્રમિત કરવાનું કામ કર્યું છે.

જેના કારણે ગરીબ વધુ ગરીબ બન્યો અને અમીર વધુ અમીર એટલા માટે બેકારી વધતી ગઈ આજે ચોરો ની સમાજ ભેગી થઇ છે મમતા બેનરજી પશ્ચિમ બંગાળ ની હાલત ખરાબ કરી તો માયાવતીએ ઉત્તરપ્રદેશમાં હાથી ઉપર કોથળા ભરીને પૈસા ભેગા કર્યા હતા હાલમાં જ મધ્યપ્રદેશની કમલનાથ સરકારે તિજોરી તળિયા ઝાટક કરી નાખી છે આમ કોંગ્રેસ અને તેની મહા મિલાવટમા  રાહુલ ગાંધી સહિત બધાને  વડાપ્રધાન બનવું છે. જ્યારે રાષ્ટ્રીય સુરક્ષાની વાત કરીએ તો એર સ્ટ્રાઈક  પાકિસ્તાનમાં થાય તો પેટમાં કોંગ્રેસને દુખે છે અને પુરાવા માગીને દેશના સૈનિકોનું મનોબળ તોડવાનું કાર્ય કરે છે તો કોંગ્રેસે આંતકવાદીઓને જુસ્સો વધે તેવું કામ પણ કર્યું છે.

ત્યારે કોંગ્રેસ એકતા અને અખંડિતતાને બાજુમાં મૂકીને મત મેળવવા નીકળ્યા છે. વડાપ્રધા નરેન્દ્ર મોદી કાશ્મીરમાં કડક પગલાં લીધા છે અને આતંકવાદનું ઘર ગણાતું પાકિસ્તાનને વિશ્વમાં એકલું પાડી દીધુ ભારત જ્યારે વિશ્વને સોફ્ટવેર આપે છે  તો પાકિસ્તાન આતંકવાદ આપશે  જ્યારે વિશ્વના દેશોએ ભારતને જોવાની નજર બદલી છે  આજે અમેરિકા, રશિયા,  ફ્રાંસ,  અને ઇઝરાયેલ જેવા દેશો  સાથે  ભારતને સુમેળભર્યા સંબંધો છે ત્યારે વિશ્વમાં ટેકનોલોજી, વ્યાપાર, શિક્ષણ ક્ષેત્રોમાં ભારતે ડંકો વગાડ્યો છે.

આ તકે લોકસભા ઇન્ચાર્જ ધનસુખભાઇ ભંડેરી, શહેર ભાજપ અધ્યક્ષ કમલેશ મીરાણી, નરહરિભાઇ અમીન, ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતી અંજલીબેન રૂપાણી મેયર બીનાબેન આચાર્ય,પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી, ભીખાભાઇ વસોયા,શહેર ભાજપ અધ્યક્ષ વિરેન્દ્રસિંહ ઝાલા ગુણવંતભાઈ ડેલાવાળા, શૈક્ષણિક, સામાજિક, તબીબી ક્ષેત્રના અગ્રણીઓ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓ, ધારાશાસ્ત્રીઓ તેમજ શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તેમજ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ  વિશાળ સંખ્યામાં રાજકોટ શહેરના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.