Abtak Media Google News

સ્થાનિક સંચાલકને બદલે બહારગામના સંચાલકની ભરતી કરાતા પંચાયત દ્વારા ચોકવનારી રજુઆત

મધ્યાહન ભોજન યોજનમાં ગોલમાલ કરવા વાંકાનેર તાલુકાના અરણીટીમ્બા ગામે મામલતદાર કચેરીના સ્ટાફના બહારગામના સગા વહાલાની ભરતી કરી નખાતા જેના હાથમાં એના મોં માં જેવા ઘાટ નો પંચાયત દ્વારા વિરોધ કરાયો છે પરંતુ મામલતદાર કચેરીનો સ્ટાફ જ કૌભાંડમાં સંડોવાયેલ હોય પગલાં ન ભરાતા ઉચ્ચકક્ષાએ રજુઆત કરાઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ અરણીટીમ્બા ગામના જાગૃત નાગરિક જગદીશ અરજણ અઘારા દ્વારા જિલ્લા કલેક્ટર મોરબીને ગામની શાળાના મધ્યાહન ભોજન યોજનાના કોન્ટ્રાક્ટ બાબતે રજુઆત કરવામાં આવી છે.

રજુઆતમાં જણાવ્યા મુજબ અરણીટીંબા પ્રા. શાળા મધ્યાહન ભોજન યોજનાના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા પહેલા ગ્રામ પંચાયતને જાણ કરવામાં આવી નથી તેમજ આ યોજનામાં ગામના લોકોને જાણ બહાર જ શાળા મધ્યાહન ભોજન ચલાવવા માટે આપી દેવામાં આવેલ છે.વધુમાં આ બાબતે મામલતદાર વાંકાનેરને રૂબરૂમાં રજૂઆત પણ કરી હતી તેમાં કોઈ કાર્યવાહી ન કરતાં તા.૧૯ જૂન ૨૦૧૮ ના રોજ અરણીટીંબા ગ્રામ પંચાયતના લેટર પેડ પર લેખિતમાં રજૂઆત કરી હતી તેનો પણ મામલતદાર કચેરીમાથી કોઈ જવાબ આપવામાં આવેલ નથી.ઉલ્લેખનીય છે કે કોન્ટ્રાક્ટ જે બહેનને આપવામાં આવેલ છે તેના પતિ મામલતદાર કચેરીમાં કામ કરતા હોય મામલતદાર કચેરીમાંથી કોઈ પગલાં લેવામાં કે કાર્યવાહી કરવામાં આવતી ન હોય તેવું લાગી રહ્યું હોવાથી આ સમગ્ર હકીકત જિલ્લા કલેકટર સમક્ષ રજુ કરી કડક પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.